– નંદીગ્રામમાં દુકાનો અને ઘરોમાં પણ તોડફોડ બાદ આગ ચાંપવાની ઘટનાઓ
નવી દિલ્હી, તા. 3 મે : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને તૃણમૂલ કોંગ્રેસનો ધમાકેદાર વિજય થયો છે.જો કે, ચૂંટણી પરિણામો બાદ રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં હિંસા ચાલુ છે.નંદીગ્રામ ખાતે સોમવારે પણ બબાલ થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં તોડફોડનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.તે સિવાય કાર્યાલયને આગ ચાંપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીએ લગાવેલા આરોપ પ્રમાણે આ બધા પાછળ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોનો હાથ છે.માત્ર ભાજપા કાર્યાલય જ નહીં પણ અનેક દુકાનો અને ઘરોમાં પણ તોડફોડ બાદ આગ ચાંપવામાં આવેલી છે.ભાજપના આરોપ પ્રમાણે તોડફોડની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઉપદ્રવીઓ ભાગી ગયા હતા.આ ઘટના બાદ નંદીગ્રામ બજાર વિસ્તારમાં તણાવ વધી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં ભલે તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હોય પરંતુ નંદીગ્રામ ખાતે મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા છે.ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવ્યા છે.
હિંસામાં 4ના મોત
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી હિંસા થઈ રહી છે.રવિવારથી લઈને અત્યાર સુધીમાં બંગાળમાં હિંસા દરમિયાન 4 લોકોના મોત થયા છે.તેમાં દક્ષિણ 24 પરગણા,નદિયા ખાતે ભાજપના કાર્યકર,વર્ધમાનમાં ટીએમસી અને ઉત્તર 24 પરગણામાં આઈએસએફના કાર્યકરે જીવ ગુમાવ્યો છે.
જીતના ઉન્માદમાં ટીએમસી કાર્યકરોએ આરામગઢનું ભાજપ કાર્યાલય સળગાવ્યું
પશ્ચિમ બંગાળનો હાઇવોલ્ટેજ ચૂંટણ ડ્રામા પુરો થયો છે.ગઇકાલે જે પરિણામો આયા તેમાં મમતા બેનર્જીની તૃણમૂળ કોંગ્રેસને પ્રચંડ બહુમત મળ્યો છે.સતત ત્રીજી વખત બંગાળમાં ટીમસીની સરકાર બનાવા જઇ રહી છે.જ્યારે ભાજપ માત્ર 74 સીટો જ મેળવી શક્યું છે.આ વખતે બંગાળનો જંગ ટીએમસી વિરુદ્ધ ભાજપ અને મમતા વિરુદ્ધ મોદીનો હતો.ત્યારે જીતના ઉન્માદમાં આવીને ટીએમસીના કાર્યકર્તાઓએ આરામગઢના ભાજપ કાર્યાલયને સળગાવી દીધું છે.
આજે વહેલી સવારે કાર્યાલય ભડકે બળી રહ્યું છએ તેવા વીડિયો પણ વાયરલ થયા છે.આ પહેલા ટીએમસીના કાર્યકરોએ કોલકાતા સ્થિત ભાજપના રાજ્ય કાર્યાલય બહાર પણ હોબાળો કર્યો હતો.ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ રાજનૈતિક હિંસા માટે જાણીતું છે. આ ચૂંટણી દરમિયાન પણ અનેક વખત હિંસાની ઘટનાઓ બની છે. ખાસ કરીને ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે આવા બનાવ બન્યા હતી.
આ સિવાય ચૂંટણી પંચના સ્પષ્ટ નિર્દેશો હતા કે કિ પણ પક્ષ વિજયની ઉજવણી નહીં કરે અથા તો વિજય સરઘસ નહીં કાઢે, આમ છતા બંગાળમાં ટીએમસીના કાર્યકરો ભાજ ભૂલ્યા હતા.કોરોના કાળમાં પણ તેમણે વિજયની ઉજવણી કરી હતી.આ દરમિયાન,ચૂંટણી પંચે ચારેય રાજ્ય અને કેન્દ્રશાસિત પુડુચેરીનાં મુખ્ય સચિવોને કાર્યવાહી કરવાનાં નિર્દેશ આપ્યા હતા.