નવી દિલ્હી, તા. 12 : પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ તથા કાર્યકર્તાઓ પર હુમલાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો આ ઘટનામાં વધુ એકનો ઉમેરો થયો છે જેમાં દક્ષિણ મુર્શિદાબાદના જિલ્લા ભાજપ અધ્યક્ષ ગૌરીશંકર ઘોષની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો.ગાડી પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો જેને લીધે તેની ગાડી ક્ષતિગ્રસ્ત થઇ હતી જો ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
આ હુમલાનો આરોપ તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવ્યો છે.જોકે કે તૃણમુલ તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.જિલ્લાના બેલડામાં વિધાનસભા ક્ષેત્રના બેલડાંગા શહેરમાં ભાજપની શિબિર ચાલી રહી છે.
ભાજપના નેતા ગૌરીશંકર ઘોષ આ શિબિરમાંથી ગાડીમાં પરત ફરી રહ્યા હતા.તેમની સાથે જિલ્લા ઓબ્ઝર્વર સુદીપ્ત ચેટર્જી,જિલ્લા ઉપાઘ્યક્ષ તડીત કાંતિ સરકાર તથા સહસંયોજક સુરજીત સરદાર પણ હાજર હતા.


