By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બંગાળમાં હાર ન પચાવી શક્યા ભાજપના નેતા, ‘જનતાએ ક્રૂર મહિલાને મત આપ્યો’- બંગાળ હાર્યા બાદ બાબુલ સુપ્રિયોએ મમતાને ભાંડી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બંગાળમાં હાર ન પચાવી શક્યા ભાજપના નેતા, ‘જનતાએ ક્રૂર મહિલાને મત આપ્યો’- બંગાળ હાર્યા બાદ બાબુલ સુપ્રિયોએ મમતાને ભાંડી
GeneralNationalPolitics

બંગાળમાં હાર ન પચાવી શક્યા ભાજપના નેતા, ‘જનતાએ ક્રૂર મહિલાને મત આપ્યો’- બંગાળ હાર્યા બાદ બાબુલ સુપ્રિયોએ મમતાને ભાંડી

HM News
Last updated: 03/05/2021 8:14 AM
HM News
4 years ago
Share
SHARE

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે.આ હાર બાદ ઉશ્કેરાયેલા ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ મમતા બેનર્જીને શુભેચ્છા ન પાઠવવાની વાત કરી છે.સાથે જ આ જનાદેશને ઐતિહાસિક ભૂલ ઠેરવ્યો છે. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી જેની જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મજાક ઉડાવી છે.

જનતાએ એક ક્રૂર મહિલાને ફરી સત્તામાં લાવીને ઐતિહાસિક ભૂલ કરી છે

બાબુલ સુપ્રિયોએ લખ્યું હતું કે, ‘ના હું મમતા બેનર્જીને શુભેચ્છા પાઠવીશ, ન હું એમ કહીશ કે હું જનાદેશનું સન્માન કરૂ છું. ભાજપને એક તક ન આપીને બંગાળની જનતાએ આ ભ્રષ્ટ, અક્ષમ સરકાર તથા એક ક્રૂર મહિલાને ફરી સત્તામાં લાવીને ઐતિહાસિક ભૂલ કરી છે.’ વધુમાં લખ્યું હતું કે, ‘હા, એક કાયદાનું પાલન કરનારા નાગરિક તરીકે હું લોકશાહી ધરાવતા દેશમાં લોકો દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું પાલન કરીશ.’ સુપ્રિયોએ બાદમાં તે પોસ્ટ હટાવી લીધી હતી.

ઉમર અબ્દુલ્લાએ મજાક ઉડાવી

ઉમર અબ્દુલ્લાએ તેમની આ ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને મજાક ઉડાવી હતી.તેમણે લખ્યું હતું કે, ‘આગળ પ્રયત્ન કરો અને રોતલ બાળક ન બનશો.’ તેમની આ ટ્વીટને અનેક રિટ્વીટ મળી હતી તથા હજારો લોકોએ તેને લાઈક કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બાબુલ સુપ્રિયો એ 4 સાંસદો પૈકીના એક છે જેમને ભાજપે વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.તેઓ ટૉલીગંજથી ચૂંટણી લડ્યા હતા અને ટીએમસીના અરૂપ બિસ્વાસને પડકાર આપ્યો હતો.જો કે, તેમને નિરાશા સાંપડી હતી અને બિસ્વાસે તેમને 50,000 કરતા વધારે મતના અંતરથી હરાવી દીધા હતા.

તમે નરકમાં જશો..શરદ પવાર સામે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર મરાઠી એક્ટ્રેસને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ
કોરોના જંગમાં ભારતને સન્માન, સ્વિસ પર્વતમાળાને તિરંગાથી રોશન કરાઈ
ગુજરાતી સાહિત્ય જગતના ‘કાળજાના કટકા’ એવા કવિ દાદુદાન ગઢવીનું નિધન
બુરખાધારી કોર્પોરેટરોએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું, સદનમાં સૌ ઉભા હતા, 4 મુસ્લિમ મહિલા કોર્પોરેટર આરામથી બેસી રહી
પહેલા ૫૦ લાખ પછી ૭૦ લાખ હવે ૧ કરોડ : ટ્રમ્પ દિલ માંગે મોર
Share This Article
Facebook Email Print
Previous Article પંડિતને થપ્પડ મારીને લગ્ન રોકાવવા ભારે પડ્યા, જિલ્લા કલેક્ટરને સરકારે આપી એવી સજા કે …
Next Article નંદીગ્રામના પરિણામથી તૃણમુલના કાર્યકરો ગુસ્સે ભરાયા, સુવેન્દુ અધિકારીની ગાડી પર કર્યો હુમલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up