પશ્ચિમ બંગાળ ભાજપા યુથ વિંગના લીડર પામેલા ગોસ્વામી અને તેમની સાથે પ્રબીર કુમાર ડેની પોલીસે કોકેઈન સાથે ધરપકડ કરી છે.પામેલાની બેગમાંથી 100 ગ્રામ કોકેઈન મળ્યું છે.તેની બજાર કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા છે.કાર્યવાહી દરમિયાન બંનેની સાથે એક સુરક્ષાકર્મી પણ કારમાં હતો.પામેલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભાજપા અધ્યક્ષ જે પી નડ્ડા સહિત દિગ્ગજ નેતાઓની સાથે ફોટો પોસ્ટ કર્યા છે.પામેલા ગોસ્વામી ભાજપા યુથ વિંગના સેક્રેટરી છે.આ સાથે જ હુગલી જિલ્લા ભાજપાના સચિવ છે.તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત દિગ્ગજ નેતાઓની તસવીરો પોસ્ટ કરી છે.
નશાના કારોબાર સાથે પામેલાનું કનેક્શન : પોલીસ
પોલીસ કહે છે કે પામેલા ગોસ્વામી અને પ્રબીર કુમાર ડે વચ્ચે લાંબા સમયથી દોસ્તી છે.પોલીસને ઘણા સમયથી શંકા હતી કે તે નશાના કારોબાર સાથે સંકળાયેલ છે.પોલીસે તેમના પર નજર રાખી હતી.તેઓ આ વખતે હુગલી જિલ્લાની કોઈ વિધાનસભા સીટથી ચૂંટણી પણ લડવાની તૈયારીમાં છે.ન્યુ અલીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેમની ધરપકડ કરી હતી.ધરપકડ વખતે પામેલા ગોસ્વામી સાથે કેન્દ્રીય સુરક્ષા દળના જવાન પણ હતા.પોલીસ શનિવારે બંનેને કોર્ટમાં રજૂ કરશે.


