પશ્વિમ બંગાળમાં ચૂંટણી ટાણે જ ફાયરિંગની ઘટના સામે આવી છે.પૂર્વી મદિનાપુરમાં ફાયરિંગ થતા બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.ભાજપના કાર્યકર્તાઓ સામે બુથ પર ઘુસવાનો આરોપ છે.મતદાન શરૂ થયાના થોડા કલાકો બાદ જ હિંસક ઘટનાઓ સામે આવી હતી.ઇજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કામાં 30 સીટો માટે મતદાન થઈ રહ્યુ છે.સવારે 7 વાગ્યાથી લઈને બંગાલમાં વોટિંગમાં શરૂ થઈ ચુક્યુ છે.ત્યારે અહીં પૂર્વ મિદનાપુરમાં એક પોલીંગ બૂથ પર હિંસાની ખબરો આવી રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ભગવાનપુર વિધાનસભા વિસ્તારના સત્સતામન પોલીંગ બૂથ પર ગોળીબાર થયો છે.આ ગોળીબારમાં 2 સુરક્ષાકર્મી ઘાયલ થયા હોવાની વિગતો આવી રહી છે.
ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપ-પ્રત્યારોપ
આ ઘટનાને લઈને ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ભાજપ કાર્યકર્તાઓએ મિદનાપુરના કેટલાય પોલીંગ બૂથ પર કબ્જો કર્યો છે.તથા મતદારોને મતદાન કરતા રોકી રહ્યા છે.તેના માટે ટીએમસીએ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે. તેનાથી અસર એ થઈ છે કે, અહીં પ્રથમ કલાકમાં માત્ર જૂજ ટકા મતદાન થયુ છે.


