બચપન કા પ્યાર ફેમ સહદેવનો નવો વીડિયો રિલીઝ, નોરા ફતેહીના ગીત પર મચાવી ધૂમ

HM News
1 Min Read

મુંબઈ, તા. 09 માર્ચ 2022 બુધવાર : બચપન કા પ્યાર બોય સહદેવ દિરદોનો એક નવો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં સહદેવ,નોરા ફતેહીના ગીત ડાન્સ મેરી રાની પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.આ નાની ક્લિપને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી આને લગભગ 65 હજાર વાર જોવામાં આવી ચૂક્યુ છે.આ વીડિયોને છેલ્લા અઠવાડિયે શેર કરવામાં આવ્યો હતો.

ગુલાબી જેકેટ અને ડેનિમ પહેરેલા સહદેવે નોરા ફતેહીના ડાન્સ મેરી રાની ગીત પર પહેલીવાર ડાન્સ કર્યો છે.આ ગીતને ગુરુ રંધાવાએ ગાયુ છે.છત્તીસગઢનો આ 10 વર્ષનો યુવક સહદેવ દિરદો પોતાના વાયરલ ગીત બચપન કા પ્યાર ગાઈને ઈન્ટરનેટ સેન્સેશન બની ગયુ.

સહદેવ દિરદોનુ વાયરલ બચપન કા પ્યાર વીડિયો ગયા વર્ષે જુલાઈમાં ઈન્ટરનેટ પર સામે આવ્યો હતો.બાદશાહ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર ગીતની રીમિક્સ પોસ્ટ કર્યા બાદ વાયરલ ગીતની ચર્ચા ઈન્ટરનેટ પર શરૂ થઈ ગઈ.બાદમાં ઓગસ્ટમાં તેમણે સહયોગ કર્યો અને બચપન કા પ્યાર રીમિક્સ વર્જનનુ પૂર્ણ સંસ્કરણ રિલીઝ કર્યુ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *