– પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા
– કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ
બનાસકાંઠા જિલ્લામાં કેનાલ તૂટવાની ઘટના સામાન્ય બની ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે.ફરી કેનાલ તૂટવાની ઘટના સામે આવી છે.જેને લઇને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભિતી છે.હાલમાં શિયાળુ પાક ખેતરમાં ઉભા છે જેમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કેનાલ તૂટવાની ઘટના બની છે.સવપુરા ડિસ્ટ્રોબ્યુટર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ગાબડું પડતા 15 હેકર જમીનમાં પાણી ફરી વળ્યા છે.ખેતરમાં રાયડુ જીરું અને એરંડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે.જેને લઇને આસપાસના વિસ્તારમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.કારણ કે ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકમાં ભારે નુકશાન પહોંચે છે.આ સાથે જ લાખો લિટર પાણીનો વેડફાટ પણ થઇ રહ્યો છે.
પ્રાથમિક જાણકારી મુજબ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ અધિકારીઓને ફોન કરતા અધિકારીઓએ ફોન પણ ન ઉપાડ્યા.તાત્કાલિક રાહત મદદ નાં પહોંચતા ,લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે.
આ પ્રથમ વખત નથી કે કેનાલમાં ગાબડા પડ્યા હોય આ પહેલા પણ અનેક વખત ગાબડા પડતા આ મામલે અનેક વાર તંત્રને રજુઆત કરવામાં આવી છે.તેમ છતાં કોઈ નિવારણ આવ્યું નથી.લોકો આ કેનાલમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે.ખાસ કરીને વાવ થરાદ તાલુકાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.તેમજ થરાદ સુઈગામ અને વાવ તાલુકાના ખેડૂતો તોબા પોકારી ગયા છે.પરંતુ કોઇ નિવારણ આવતુ નથી.