કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચુંટણી કરવાની સ્થિતિ સર્જાઈ હતી.આજે સવારથી આ બેઠકો પર મતગણતરી શરુ થઈ હતી. તેવામાં બપોર સુધીની સ્થિતિમાં તમામ 8 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.અગાઉ કરજણ અને મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા પરંતુ બપોર સુધીમાં સ્થિતિ બદલાઈ છે.મોરબી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ સતત છે.
મતગણતરીમાં ભાજપ તમામ બેઠકો પર આગળ હોવાની અસર કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયો પર પણ જોવા મળી હતી.તમામ કાર્યાલયો પર કાગળા ઉડતા જોવા મળ્યા હતા.કોઈપણ જગ્યાએ નેતાઓ કે ઉમેદવારો જોવા મળ્યા ન હતા.ચુંટણી પ્રચાર સમયે કોંગ્રેસે 4 બેઠકો પર જીત નિશ્ચિત હોવાના દાવા પણ કર્યા હતા.પરંતુ કોંગ્રેસના હાથમાં રહેલી તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા.