– પાર્ટીમાં સ્પામાં કામકરતી બે બેંકોગની યુવતીઓ સહિત 6 મહિલાઓ પણ સામેલ હતી પલસાણા પોલિસે મોડી રાતે કરેલી રેડ શંકાના ઘેરામાં દારૂની મહેફિલ સાથે ડાન્સ પાર્ટી સહિત અન્ય રંગીન ગતિવિધિ પણ ચાલતી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ પલસાણા પોલિસે મંગળવારે મોડી રાત્રીએ બલેશ્વરના અવધ સંગ્રીલાના લકઝરીયર્સ બંગલામા રેડ કરી
બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઇવે પર આવેલ અવધ સાંગ્રીલા બંગલોઝમાં 47 નંબરના બંગલામાં માં કેટલાક નબીરાઓ વિદેશી મહીલાઓ સાથે દારૂની મહેફીલ માણી રહ્યા હોવાની બાતમી પલસાણા પોલીસને મળતા પોલીસે રેઇડ કરી હતી જેમાં 30,550 ની કિંમતનો વિદેશી દારૂ સહિત 2 વિદેશી મહિલાઓ થાઇલેન્ડની યુવતીઓ સહીત 6 યુવતીઓ અને 19 પુરૂષોને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી મોબાઇલ ,દારૂ તેમજ ગાડી મળી કુલ 27.30 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની તજવીજ હાથધરી છે
પલસાણા તાલુકાના બલેશ્વર ગામની હદમાં નેશનલ હાઇવે 48 પર મુંબઈ અમદાવાદ બાજુએ આવેલ આવેલ અવધ સાંગ્રીલા બંગ્લોઝમાં મંગળવારની મોડી રાત્રીએ સુરત શહેરના હાઇપ્રોફાઇલ નબીરાઓ વિદેશી યુવતીઓ સાથે મળી દારૂની મહેફીલ માણી રહ્યા હોવાની બાતમી આધારે પલસાણા પોલીસે રેઇડ કરી હતી જેમાં પોલીસે વિદેશી બ્રાન્ડની 142 બોટલ 30,550 કિંમતનો વિદેશી દારૂ સાથે બે થાઇલેન્ડની યુવતીઓ સહીત સ્પામાં કામકરતી 6 યુવતીઓ તેમજ સુરત શહેરના વિવિધ વિસ્તારના 19 પુરુષોને પલસાણા પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા.મોડી રાત્રીએ એકાએક પડેલી રેડમાં બદનામી ભરી ચોંકાવનારી હકીકતો બહાર આવતા અવધ સંગ્રીલામાં રહેતા રહીશો એ પણ આ નબીરા પર પોતાનો રોષ ઠાલવ્યો હતો પોલિસે તમામ આરોપીઓ પાસેથી મોબાઇલ તેમજ બે ફોરવિલ ગાડી અને વિદેશી દારૂ સહિત 27.30 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો મહેફિલની આયોજન સુરત સરથાણા જકાતનાકાના કૌશિકભાઈ ગોવિંદભાઇ માયાણીએ કરી હોવાનું પોલિસ તપાસમાં બહાર આવ્યું છે.પોલિસે બંગલામાં મલિક હરેશભાઈ મરોડિયાને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓનું મેડિકલ તપાસ કરી ગુન્હો નોંધ્યો હતો સમગ્ર મામલે સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા નબીરાઓ
મહેશ વલ્લભ વોરા (રહે 602, આઈકોન સોસાયટી, યોગી ચોક વરાછા, સુરત)
અલ્પેશ શિવાનંદ વાળંદ (રહે 301, રાધે ફ્લેટ, સાગર સોસાયટી, કાપોદ્રા, સુરત)
વજુ બચુ ચૌહાણ (રહે હોમ ટાઉનશીપ જી 3, પાસોદરા, તા.કામરેજ, સુરત)
સુભાષ માધુ પોકિયા (રહે 172, શનિવન સોસાયટી સીમાડા નાકા, વરાછા, સુરત)
વૈભવ નરેન્દ્ર મકવાણા (રહે 35, શ્રીનાથજી ભરત નગર, જી, ભાવનગર)
અશ્વિન હિંમત દેસાઇ (રહે 110, એસઆરપી બંગલોઝ કેનાલ રોડ, કામરેજ)
સંજય પોપટ બારડ (રહે 212, સિગલિયા ભરતભાઇ, જી. ભાવનગર)
મહેશ રાઘવ નકુમ (રહે 110, ધ્રુવ પાર્ક, ગોડાદરા, મહારાણા પ્રતાપ ચોક, સુરત)
કૌશિક ગોવિંદ માયાણી (રહે વ્રજભૂમિ એપાર્ટમેંટ, વ્રજચોક સરથાણા જકાતનાકા સુરત)
ભાવેશ માથુર ગાંધી (રહે 1003, રેશ્મા રેસિડેન્સી, પર્વત પાટિયા, સુરત)
સંજય અમરસિંહ સોલંકી (રહે 203, ભરતનગર બસ સ્ટેન્ડ, જી. ભાવનગર)
ધર્મેશ રમેશ પટેલ (રહે કાલારાસ વેલી ફ્લેટ નંબર 403, મોટા વરાછા, સુરત)
ઉમેશ જીવન ટાંક (રહે 502, વ્રજ નંદિની સોસાયટી, નનસાડ, તા. કામરેજ)
અરવિંદ કાળું માંગરોલા (રહે 133, નિર્મળ નગર સોસાયટી, સરથાણા જકાતનાકા, સુરત)
શૈલેષ માધા બલદાણીયા (રહે સાગરદીપ કો-ઓપરેટિવ સોસાયટી, અંકલેશ્વર)
કૌશિક મહેશ કાલાણી (રહે દાનગી ગેવ સોસાયટી, નાલંદા સ્કૂલની પાછળ કારગિલ ચોક, વરાછા, સુરત)
ઘનશ્યામ બાબુભાઇ વાળંદ (રહે 308, વાળંદ શેરી સળોસરા, તા. શિહોર જી. ભાવનગર)
મનીષ કેશુભાઈ હિરાણી (રહે, ભોળાનાથ ટેનામેન્ટ, ઘોઘા સર્કલ, ભાવનગર
કેતન નાથા સોલંકી (રહે 102,ભૂમિ કોમ્પ્લેક્સ, અડાજણ, સુરત)
આશા ચંદુ મકવાણા (રહે 74, પટેલ નગર સોસાયટી, કામરેજ)
સેજલ સુરેશ ચાવડા (રહે 41 તિરુપતિ સોસાયટી, વરાછા, સુરત)
કિંજલ પ્રવીણ ગોસ્વામી (રહે સહજાનંદ સોસાયટી, વેડ રોડ, કતારગામ સુરત)
યુનિયાકુમારી રામસુગારત રામ (રહે કોસમાડી, તા. અંકલેશ્વર, જી. ભરુચ)
અલિયા સોમા ખામપુ (હાલ રહે મગદલ્લા સુરત, મૂળ રહે બેંગકોક)
ફકામાત સોમબુન કેટવુટ (હાલ રહે મગદલ્લા, સુરત, મૂળ રહે બેંગકોક)
પલસાણા પોલીસે કરેલી રેડમાં સામે આ રહ્યા પ્રશ્નો
2 વિદેશી યુવતીઓ સહિત સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ દારૂની મહેફિલ માંથી મળી આવી છતાં પોલિસે માત્ર દારૂની મહેફિલની એંગલથી જ તપાસ કરી પોલિસે રેડમાં માત્ર બે કાર કબ્જે કરી સુરત શહેરના મહેફિલ સાથે સંકળાયેલા 25 લોકો શુ બે જ કારમાં આવ્યા હતા તેમજ વિદેશી દારૂની આ મ્હેલ્ફીમાં પોલિસને માત્ર 30 હજારનો દારૂ જ મળ્યો જેવા સવાલો પોલિસની આ રેડને શંકા ઉપજાવે તેમ છે.


