બારડોલી : સુરત જિલ્લાની ગૌરક્ષકની ટીમને મળેલી બાતમી આધારે પલસાણા પોલીસે બલેશ્વરના એક મકાનનાં ધાબા પરથી ગૌમાસ વેંચતા બે સગા ભાઈને ઝડપી પાડ્યા હતા પોલીસે 70 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ગૌ રક્ષક સાજન ભરવાડ અને સુરેશભાઈ પુરોહિતને અંગત રાહે મળેલી બાતમી આધારે પલસાણા પોલીસને વાકેફ કરતા પલસાણા પોલીસ પી.એસ.આઈ.સહિતની ટીમેં પલસાણાના બલેશ્વર ગામે પટેલ ફળિયામાં આવેલ મુનાફભાઈ અબ્દુલભાઇ પટેલના ઘરના ધાબા પર તપાસ કરતા પોલીસને ધાબા પર છરા વડે મટન કાપતા મુનાફ અબ્દુલભાઇ પટેલ અને ભાઈ અહમદભાઈ અબ્દુલભાઇ પટેલ મળી આવ્યા હતા તેમજ ત્યાથી 70 કિલો ગૌ માંસ મળી આવ્યું હતું પોલીસે બને ભાઈનો ધરપકડ કરી 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યું હતું