બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં આવેલ સોમીયા પ્રોસેસર પ્રા.લિ. કંપનીના ગોડાઉનમાંથી અજાણ્યા તસ્કરો 47,200 ની કિંમતના સામાનની ચોરી કરી ગયા હતા. કંપનીમાં આગ લાગતાં સામાન ગોડાઉનમાં મૂક્યો હતો.જોકે કોઈ અજાણ્યા તસ્કરો સામાનની ચોરી કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાય છે.પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં વાઈબ્રન્ટ મિલ નજીક સોમીયા પ્રોસેસર પ્રાઈવેટ લિ. કંપની આવેલ છે.આ કંપનીમાં તા-19 જાન્યુઆરીના રોજ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.જેથી કંપનીમાં મુકેલ સેન્ટર મશીનની લોખંડની રેલિંગ, સેન્ટર મશીનનો સ્ક્રૂ બીમ, બ્રાસો કટ મશીન, મોટરના પાર્ટસ વગેરે સામાન કે જે બળેલ-અર્ધબળેલ હાલતમાં કંપનીમાં પડેલ હોય જેથી વાઈબ્રન્ટ મિલ નજીક આવેલ એક ગોડાઉનમાં આ સામાન મૂકવામાં આવ્યો હતો.અને 21 એપ્રિલના રોજ કંપનીમાં મેન્ટેનસ એંજિનિયર તરીકે કામ કરતાં ફિલ્લુકુમાર રમેશચંદ્ર સ્વાઇન રાત્રિના સમયે ગોડાઉનમાં ચેક કરવા જતાં ગોડાઉનમાંથી કોઈ અજાણ્યા તસ્કરો 47,200 ની કિંમતના અલગ અલગ સામાનની ચોરી કરી ગયા હોવાનું માલૂમ પડતાં તેમણે બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


