બારડોલી : એલ.સી.બી શાખાના પોલીસ માણસો સ્પેશ્યલ પ્રોહી ડ્રાઈવ અંતરગત પ્રોહી – જુગારની ગેરકાયદેસર પ્રવુતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એલ.સી.બી.ના અ.હે.કો ચિરાગકુમાર જયંતીલાલ તથા અ.હે.કો અમરતજી રાઘાજી_નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે , “ એક સફેદ કલરની ઇકો ફોર વ્હીલ ગાડી નંબર GJ – 05 – JA – 1730 નો ચાલક ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી પલસાણા હાઇવે થઇ કામરેજ તરફ જનાર છે . ” તેવી ચોક્કસ બાતમી આધારે વોચમાં રહી બાતમી હકિક્ત સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે હાઇવે પરથી બાતમી મુજબની ઇકો ગાડી નં . GJ – 05 JA – 1730 પકડી પાડી ગાડીમાં તપાસ કરતાં ઇકો ગાડી ની પાછળની શીટમાં તથા શીટોની નીચે પ્લા.ની બેગોમાં તથા થેલામાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશીદારૂની 135 બોટલો મળી આવેલ જેથી ઇકો ચાલક આનંદ શ્યામલાલ મિશ્રા( ઉ.વ. – 45 ધંધો – ડ્રાયવિંગ રહે – હાલ 80 વી.કે રેસીડન્સી હલધરૂ તા – કામરેજ જી – સુરત મુળ રહે – રામસરણદાસપુર પોસ્ટ – બડાગાઉ થાના – રૂદૌલી જી – અયોધ્યા.યુ.પી.) અટકાયત કરી ઇકો.કાર અને વિદેશી દારૂ મળી 1,90,325 નો મુદામાલ કબ્જે લઈ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર (1) સોનલબેન રહે – અમરોલી સુરત જેના પુરા નામ સરનામાની ખબર નથી તથા ( 2 ) જયશ્રીબેન રહે- અમરોલી સુરતને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુધ્ધમા કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.