By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બળપૂર્વક ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનશે?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બળપૂર્વક ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનશે?
GeneralNational

બળપૂર્વક ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનશે?

HM News
Last updated: 10/01/2023 4:59 PM
HM News
2 years ago
Share
SHARE

– સુપ્રીમ કોર્ટનું આ મામલે વલણ જોતાં આવી શક્યતા જણાઈ રહી છે,અદાલતે સ્પષ્ટ જણાવ્યું હતું કે ધર્મપરિવર્તન એક ગંભીર મુદ્દો છે,એને રાજકીય રંગ ન આપવો જોઈએ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સ્પષ્ટ જણાવ્યું હતું કે ધર્મપરિવર્તન એ ગંભીર મુદ્દો છે અને એને રાજકીય રંગ ન આપવો જોઈએ. અદાલતે એક અરજી પર ઍટર્ની જનરલ આર. વેંકટરામાણી પાસેથી સહાય માગી હતી.આ અરજીમાં છેતરપિંડીથી કરવામાં આવતા ધર્મપરિવર્તનને રોકવા માટે કડક પગલાં લેવાં માટે કેન્દ્ર સરકાર અને રાજ્યોને આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી.

આ મામલે સુપ્રીમ કોર્ટનું વલણ જોતાં આ મામલે કેન્દ્રીય કાયદો ઘડવામાં આવે એવી શક્યતા છે.સુનાવણી દરમ્યાન અદાલતે જણાવ્યું હતું કે આ માત્ર એક રાજ્યને સંબંધિત મામલો નથી.અમારી ચિંતા દેશમાં થઈ રહેલી આવી ઘટનાઓને લઈને છે.અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી ઍફિડેવિટ રજૂ ન કરવાને કારણે અદાલતે નારાજગી વ્યક્ત કરી છે.

જસ્ટિસ એમ.આર. શાહ અને સી.ટી. રવિકુમારની બેન્ચે વેંકટરામાણીને આ મામલે હાજર થવા અને નિષ્પક્ષ સલાહકાર તરીકે મદદ કરવા જણાવ્યું હતું.આ અરજી કરનારે ધાકધમકી તેમ જ ગિફ્ટ્સ અને આર્થિક લાભ દ્વારા કપટપૂર્વક લલચાવીને કરવામાં આવતા ધર્મપરિવર્તનને રોકવાની માગણી કરી છે.બેન્ચે જણાવ્યું હતું કે ઍટર્ની જનરલ, અમે તમારી સહાય પણ ઇચ્છીએ છીએ.બળપૂર્વક કે લાલચ દ્વારા ધર્મપરિવર્તન,જો લાલચ આપીને કે બીજી અનેક રીતે જો એમ થઈ રહ્યું હોય તો ક્યારે શું કરવું જોઈએ? આ પરિસ્થિતિ સુધારવા માટે કયાં ઉપાયો છે?

તામિલનાડુ વતી હાજર થયેલા સિનિયર ઍડ્વોકેટ પી. વિલ્સને આ અરજીને રાજકીય પ્રેરિત ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં આ પ્રકારે ધર્મપરિવર્તનનો કોઈ સવાલ નથી.અદાલત ઍડ્વોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરી રહી હતી. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે બળપૂર્વક ધર્મપરિવર્તનથી દેશની સુરક્ષાને ખતરો ઊભો થઈ શકે છે અને નાગરિકોની ધાર્મિક આઝાદી પર એ તરાપ છે.અદાલતે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરીને આ ખૂબ જ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગંભીર પ્રયાસ કરવા જણાવ્યું હતું.

ગુજરાત-ઉત્તરાખંડ દ્વારા રચાયેલી યુનિફૉર્મ સિવિલ કોડ માટેની કમિટીઓ વિરુદ્ધની અરજીને સુપ્રીમે ફગાવી

સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડ સરકારનાં પોતપોતાનાં રાજ્યોમાં યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સમિતિઓની રચના કરવાના નિર્ણયને પડકારતી જાહેર જનહિતની અરજી પર વિચાર કરવાનો ગઈ કાલે ઇન્કાર કર્યો હતો.અદાલતે જણાવ્યું હતું કે આ અરજીમાં કોઈ યોગ્યતા નથી અને બંધારણ રાજ્યોને આ પ્રકારની સમિતિની રચના કરવાનો અધિકાર આપે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિંહાની બેન્ચે જણાવ્યું હતું કે અનુપ બરનવાલ અને અન્ય કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલી અરજી પર વિચારણા કરવાની જરૂર નથી.બેન્ચે જણાવ્યું હતું કે રાજ્યો દ્વારા આવી કમિટીઓની નિમણૂકને પડકારી ન શકાય.

હત્યારા સચિન દિક્ષિતને કોર્ટમાં રૂમમાં કાર્યવાહી દરમિયાન આંખોમાં આંસુ આવ્યા, 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે CBI ના દરોડા, પુત્ર સલીલ દેશમુખ સામે ધરપકડ વોરંટ
લોકસભાની ચૂંટણી જો હાલ યોજાય તો મોદીના NDAને ભારત ગઠબંધન પર મોટી લીડ મળશે
કોંગ્રેસમાં કકળાટ! NSUIના કાર્યકરોએ ભરતસિંહ સોલંકીનો કર્યો ઉગ્ર વિરોધ,પક્ષના કાર્યાલયમાં કરી તોડફોડ
જોળવા ખાતે ખુલ્લા પ્લોટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને LCBએ ઝડપ્યો
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈના ગુટકાકિંગ જે. એમ. જોશી અને અન્ય બે જણને ૧૦ વર્ષની કેદ
Next Article મોનિકા અમેરિકાનાં પ્રથમ સિખ મહિલા જજ બન્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up