- ઢાકાથી 200 કિમી દૂર દુર્ઘટના,ફેરીમાં આશરે 1,000 લોકો સવાર હતા
તા. 24 ડિસેમ્બર,શુક્રવાર : બાંગ્લાદેશમાં શુક્રવારે સવારના પહોરમાં જ એક ખૂબ જ દુખજનક દુર્ઘટના બની છે.ફેરીમાં આગ લાગવાના કારણે 32 લોકોના મોત થયા છે અને 100 કરતાં પણ વધારે લોકો દાઝ્યા છે.જાણવા મળ્યા મુજબ દુર્ઘટના સમયે ફેરીમાં આશરે 1,000 લોકો સવાર હતા.આ દુર્ઘટના રાજધાની ઢાકાથી આશરે 200 કિમી દૂર ઝલકોટી વિસ્તારમાં બની હતી.
ફેરીમાં આગ લાગતાં કેટલાંક લોકો ડરના માર્યા જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા.


