– 1971 પહેલા બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું, તેના પર પાકિસ્તાનના અમાનવીય અત્યાચારો હતા ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પાક. સાથે યુદ્ધ છેડી, બાંગ્લાદેશનો જન્મ કરાવ્યો હતો, આજે આ બાંગ્લાદેશ નમકહરામ બન્યું છે
નવી દિલ્હી તા.22 : પાકિસ્તાન (ત્યારના પશ્ચીમ પાકિસ્તાન)ની ચુંગાલમાંથી પુર્વ પાકિસ્તાનને આઝાદ કરાવી નવા બાંગ્લાદેશનું સર્જન કરનાર ભારતનો ઉપકારનો બદલો બાંગ્લાદેશ અવકારથી ચૂકવી રહ્યું છે.છેલ્લા કેટલાય સમયથી બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચારો વધી રહ્યા છે,બાંગ્લાદેશમાં ઝડપથી હિન્દુઓની વસ્તી ઘટી રહી છે.જો કે 1971માં બાંગ્લાદેશના જન્મની સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓની મારપીટ શરુ થઈ ગઈ હતી.પાકિસ્તાનથી અલગ થયા બાદ બાંગ્લાદેશ પહેલીવાર 1974માં વસ્તી ગણતરી થઈ હતી.જે મુજબ દેશમાં 1974માં 13.5 ટકા હિન્દુ હતા પરંતુ વર્ષ 2011માં માત્ર 8.5 ટકા જ હિન્દુ રહી ગયા જ્યારે 2011થી 2021 સુધીમાં તેમાં લગભગ ત્રણ થી ચાર ટકાનો વધુ ઘટાડો આવી ચૂકયો છે.
આ કારણે દેશમાં હિન્દુઓની સંખ્યા વર્ષો વર્ષ ઘટતી રહી છે. 1971માં સૌથી વધારે જુલ્મ થયો.બાંગ્લાદેશના ઈતિહાસમાં હિન્દુઓ પર સૌથી વધારે જુલ્મ 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન થયો હતો.આ દરમિયાન પાકિસ્તાની સેનાએ હિન્દુઓના ગામના ગામ સાફ કરી નાખ્યા હતા.પાકિસ્તાનથી અલગ દેશ બન્યા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધવા લાગ્યા હતા ત્યારબાદ એવું કોઈ વર્ષ નહોતું જેમાં લઘુમતી સમુદાય પર હુમલો ન થયો હોય. 9 વર્ષમાં હિન્દુઓ પર 3600થી વધુ હુમલા થયા છે.આ માનવ અધિકાર સંગઠનોનો આંકડો છે. બાંગ્લાદેશમાં 1990, 1995, 1999 અને 2002માં મોટા હુલ્લડ થયા હતા.
તેમાં હિન્દુઓને જ નિશાન બનાવાયા હતા.હવે તો દેશમાં હિન્દુઓના મંદિરોમાં તોડફોડ,હિન્દુઓના ઘર સળગાવવા, હિન્દુ બાળકો અને છોકરીઓનાં અપહરણ,દુષ્કર્મ જેવી બાબતો સામાન્ય બની ગઈ છે.કટ્ટરપંથીઓનો પ્રભાવ વધ્યો: બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠનોનો પ્રભાવ ઘણો વધી ગયો છે. કટ્ટરપંથી સંગઠન મોટેભાગે લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવે છે.દેશભરમાં કટ્ટરપંથી વિચાર વાળા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકાના એક આયોગે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલાથી તે ચિંતીત છે.આયોગે વડાપ્રધાન શેખ હસીનાની સરકારને હિન્દુ વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપનારા કટ્ટરવાદી તત્વો સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.