પૂર્વ કેપ્ટન 25 વર્ષથી ભારતમાં રહેતો હોવાનો બાંગ્લાદેશ દાવો કરી રહ્યુ છે
એજન્સી, ઢાકા
બાંગ્લાદેશની વર્તમાન સરકારે તેની સેનાના એક પૂર્વ કેપ્ટનને ફાંસીએ ચડાવી દીધો છે.પૂર્વ સેના અધિકારી પર 1975ની સત્તાપલટ રાજકીય ઘટના તેમજ એ સમય દરમિયાન બંગબંધુ શેખ મુજીર્બર રહેમાનની હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો. નરસંહારના આશરે 40 વર્ષ પછી પૂર્વ સેના અધિકારીને સજા કરવામાં આવી છે.બાંગ્લાદેશની રાજધાની ઢાકા સાથે જોડાયેલા કેરાનીગંજની સેન્ટ્રલ જેલમાં તેને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યો હતો.
અબ્દુલ માજીક નામક પૂર્વ સેના અધિકારીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.બાંગ્લાદેશની સરકાર દાવો કરી રહી છે કે,તે વિતેલા 25 વર્ષથી ભારતમાં ગુપ્તરીતે જીવન જીવતો હતો,પરંતુ ગત મહિને જ તે સ્વદેશ પરત ફર્યો હતો.બંગબંધુની હત્યામાં સામેલ સેનાના પૂર્વ કેપ્ટનને બાંગ્લાદેશમાં ભાગેડૂ જાહેર કરાયો હતો.આ સિવાય તેની પર ઢાકા સેન્ટ્રલ જેલમાં 3 નવેમ્બર 1975ના રોજ દેશના ચાર મોટા નેતાઓની હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપ પણ હતા.બાંગ્લાદેશની કાઉન્ટર ટેરરિજમ એન્ડ ટ્રાન્સનેશનલ ક્રાઇમે અહીંના મીરપુરમાંથી તેને ઝડપી લીધો હતો.