By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બાઇકચાલક બે શખ્સોએ વેપારીની આંખમાં મરચુ છાંટી ૧૮ લાખની લૂંટ મચાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > બાઇકચાલક બે શખ્સોએ વેપારીની આંખમાં મરચુ છાંટી ૧૮ લાખની લૂંટ મચાવી
Breaking NewsGeneralGujarat Now

બાઇકચાલક બે શખ્સોએ વેપારીની આંખમાં મરચુ છાંટી ૧૮ લાખની લૂંટ મચાવી

HM News
Last updated: 25/02/2020 2:56 PM
HM News
5 years ago
Share
SHARE

મોરબી,તા.૨૫
મોરબીના વાવડી રોડ પર મંગળવારે વહેલી સવારે એક વેપારીને બે શખ્સે આંતરી રૂ.૧૮ લાખ ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ, ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બંને શખ્સોએ હેલ્મેટ પહેરી હતી અને મોઢે રૂમાલ બાંધ્યો હતો. ફરાર બંને લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ થયા છે.
મોરબીમાં કાયદો વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિ પર જાણે સ્થાનિક પોલીસની ધાક સાવ ઉતરી ગઈ હોય તેમ એક પછી એક લૂંટનાં બનાવો વધી રહ્યા છે. હજુ ૨૦ તારીખના બેંક ઓફ બરોડામાં ૬.૪૦ લાખની લૂંટની ઘટનાંમાં ફરાર આરોપી ઝડપાયા નથી ત્યાં વધુ એક લૂંટથી પોલીસની ધાક ઉપર સવાલ ઉઠયા છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલી સોમૈયા સોસાયટીમાં રહેતા એક વેપારી તેની કારમાં ઓફિસ જવા નીકળ્યા હતા તે દરમિયાન હેલ્મેટ અને મોઢે રૂમાલ બાંધી બાઇકમાં આવેલા બે શખ્સે વેપારીની આંખમાં મરચું ફેંકી રૂ.૧૮ લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની ઓળખ મેળવવા તેમજ મોરબી શહેર અને આસપાસ હાઇવે વિસ્તારમાં નાકાબંધી કરી આરોપી સુધી પહોંચવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

આવતીકાલે 20 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ આવતા અમિત શાહ, મનપાની ચૂંટણીમાં કરશે મતદાન
અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’
‘રાજકીય આગેવાનોએ વોટ માંગવા ન આવવું’ સુરતના રાંદેરમાં બેનર લાગ્યા, રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનું ચૂંટણી ટાણે ફરમાન
લો બોલો ચૂંટણી પહેલાં કોંગ્રસને પક્ષાંતરનો ભય : નર્મદા જિલ્લ્લાના ઉમેદવારો પક્ષ પલટો ન કરે તે માટે ચૂંટણી પૂર્વે 300 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરાવશે
રાજકોટ મનપાનાં ફૂડ વિભાગનો સપાટો : 9 જેટલા વેપારીઓને 5થી 50 હજારનો દંડ ફટકાર્યો, 9 ધંધાર્થીઓને નોટિસ
TAGGED:લૂંટ મચાવીવેપારીની આંખ
Share This Article
Facebook Email Print
Previous Article મહિલા સાથે સગાઈ કરી યુવકે ૪ વર્ષ બાદ અન્ય યુવતી સાથેના લગ્નની કંકોત્રી મોકલી
Next Article શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજીનો ૪૧મો પીઠાર્પણ ઉત્સવ ઉજવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up