By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બાઇડનના શપથવિધિ પહેલાં ટ્રમ્પ વૉશિંગ્ટન છોડી દેશે,ઇમ્પીચમેન્ટ પછી હાજર રહેવા માગતા નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બાઇડનના શપથવિધિ પહેલાં ટ્રમ્પ વૉશિંગ્ટન છોડી દેશે,ઇમ્પીચમેન્ટ પછી હાજર રહેવા માગતા નથી
GeneralInternational

બાઇડનના શપથવિધિ પહેલાં ટ્રમ્પ વૉશિંગ્ટન છોડી દેશે,ઇમ્પીચમેન્ટ પછી હાજર રહેવા માગતા નથી

HM News
Last updated: 16/01/2021 5:50 AM
HM News
4 years ago
Share
SHARE

વૉશિંગ્ટન તા.16 જાન્યુઆરી 2021 શનિવાર

વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો અણસાર આપ્યો હતો કે વીસમી જાન્યુઆરીએ અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડનનો શપથ વિધિ યોજાય એ પહેલાં પોતે વૉશિંગ્ટન ડીસી છોડીને અન્યત્ર ચાલ્યા જશે.

છેલ્લા થોડા દિવસમાં ટ્રમ્પ માત્ર અમેરિકામાં જ નહીં,દુનિયા આખીમાં બદનામ થયા હતા. પ્રમુખપદની ચૂંટણીમાં પોતે પરાજિત થઇ રહ્યા છે એનો ખ્યાલ આવતાં તેમણે પોતાના સમર્થકોને સંસદ પર ચડાઇ લઇ જવાની હાકલ કરી હતી અને હજારો લોકો કેપિટલ હિલ પર ધસી ગયા હતા.એ સમયે કેપિટલ હિલમાં જો બાઇડનને વિજેતા જાહેર કરવાની પ્રક્રિયા ઇલેક્ટોરલ કૉલેજ દ્વારા ચાલી રહી હતી.
ટ્ર્મ્પના સમર્થકોએ રીતસર હલ્લો કર્યો હતો અને હિંસક તોફાનો દ્વારા ભાંગફોડ કરી હતી. આ હુમલા દરમિયાન એક મહિલા સહિત ચાર વ્યક્તિનાં મરણ થયાં હતાં.પોતાની ભૂલ સમજાયા બાદ ટ્રમ્પે સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું નુકસાન થઇ ચૂક્યું હતું.

ત્યારબાદ ચાર ભૂતપૂર્વ પ્રમુખોએ ટ્રમ્પને ખખડાવ્યા હતા અને ટ્રમ્પના સમર્થક મનાતા ઉપપ્રમુખની અનિચ્છા છતાં ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટની દરખાસ્ત રજૂ થઇ હતી. દેશ અને દુનિયામાં ટ્રમ્પ બદનામ થયા હતા.તેમણે થોડા દિવસ પહેલાંજ એવી ટ્વીટ કરી હતી કે પોતે બાઇડનના શપથવિધિમાં હાજરી નહીં આપે. હવે તેમણે એવી જાહેરાત કરી હતી કે વીસમી જાન્યુઆરી પહેલાં પોતે વૉશિંગ્ટન ડીસી છોડીને ચાલ્યા જશે.

ટ્રમ્પના સમર્થકોના કહેવા મૂજબ જોઇન્ટ બેઝ એન્ડ્રુ્યુઝ માં ટ્રમ્પનો વિદાય સમારંભ યોજાશે.ત્યાંથી ટ્રમ્પ સીધા ફ્લોરિડા ઉપડી જશે અને ફ્લોરિડામાં નવજીવન શરૂ કરશે.જો કે ટ્રમ્પની કેટલીક પ્રવૃત્તિઓ પર ઝીણવટભરી નજર રાખનારા સમીક્ષકો કહે છે કે ટ્ર્મ્પ એટલા બધા દેવાદાર છે કે કદાચ તેમણે પોતાની કેટલીક સ્થાવર મિલકતો વેચીને દેવાં ભરવા પડશે નહીંતર કદાચ તેમણે જેલમાં જવું પડશે.

વૈશ્વિક મૃત્યુઆંક ૯૫ હજારને પાર : ૧૬ લાખ સંક્રમિત
બારડોલીમાં એક પોઝિટિવ એવો ખોટો મેસેજ વાઇરલ કરનાર તબીબ સામે ગુનો નોંધાયો
અમેરિકામાં ગેરકાયદે ઘૂસવામાં ૫૦ જણને મળ્યું મોત
કોરોનાથી માતા-પિતાનાં મૃત્યુ થાય તો એક લાખની સહાય આપો : સુપ્રીમ
BAPS દ્વારા કરોડોના ખર્ચે થઈ રહેલાં રાહતકાર્યો ઉપરાંત PM, CM ફંડમાં રૂ. 72 લાખની સહાય
Share This Article
Facebook Email Print
Previous Article વરુણનના લગ્ન:24 જાન્યુઆરીએ વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે લગ્ન કરશે, પિતાના નજીકના મિત્રએ પુષ્ટિ કરતાં કહ્યું- હવે કેટલી રાહ જોશે
Next Article મુંબઈ સિવાય રાજ્યમાં ૨૭ જાન્યુઆરીથી પાંચથી આઠ ધોરણ સુધીની સ્કૂલો ખૂલશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up