જેદ્દાહ : તા.16 જુલાઈ 2022,શનિવાર : ઈઝરાયેલની મુલાકાત બાદ શુક્રવારે સીધા સાઉદી અરેબિયા પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. જેદ્દાહના લાલ સાગર શહેરમાં પ્રિંસ મોહમ્મદ સાથે મુલાકાત કર્યા બાદ શુક્રવારે રાત્રે બાઈડેન કહ્યું હતું કે,’પત્રકાર ખાશોગી સાથે જે થયું તે અપમાનજનક હતું’.હકીકતમાં બાઈડેનને માનવાધિકાર માટે સાઉદી અરેબિયાની ટીકા કરી હતી.તે જ સમયે,તેઓ હવે રાષ્ટ્રપતિ તરીકે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યા છે.
ડેમોક્રેટિક રાષ્ટ્રપતિએ ગયા વર્ષે અમેરિકી ગુપ્તચર માહિતીના પ્રકાશનને મંજૂરી આપી હતી જેમાં માનવામાં આવ્યું છે કે,ક્રાઉન પ્રિન્સ સલમાને ખાશોગીની હત્યાને મંજૂરી આપી હશે.અહેવાલ જાહેર થવાથી યુએસ-સાઉદી સંબંધોમાં તિરાડ પડી હતી.પ્રિંસ મોહમ્મદને રાજ્યના ઈસ્તંબુલ વાણિજ્ય દૂતાવાસમાં સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની 2018માં હત્યા બાદ વૈશ્વિક આક્રોશનો સામવો કરવો પડ્યો હતો.
તે જ સમયે ગુરૂવારે જ્યારે બાઈડનને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત દરમિયાન પત્રકાર અને સાઉદી અરેબિયાના ટીકાકાર જમાલ ખાશોગીની 2018ની હત્યાનો મુદ્દો ઉઠાવશે,તો અમેરિકી રાષ્ટ્રપતિએ સીધો જવાબ નહોતો આપ્યો.બાઈડેને કહ્યું હતું કે,’ખાશોગી વિશે મારા વિચારો સ્પષ્ટ છે અને માનવ અધિકારની વાત કરવામાં હું ક્યારેય ચૂપ રહ્યો નથી’.જોકે,મારી સાઉદી અરેબિયાની મુલાકાતના કારણો વ્યાપક છે.આ અમેરિકન હિતોને પ્રોત્સાહન આપવા માટે છે.તે જ સમયે,ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કર્યા બાદ જો બિડેને કહ્યું હતું કે,મેં હમણાં જ સ્પષ્ટ કર્યું છે કે જો આવું કંઈક થશે તો તેમને પ્રતિક્રિયા મળશે.