નવી દિલ્હી : ભારતે આજે જયારે વેકસીનેશનના મહત્વના તબકકે છે તે સમયે અમેરિકાએ વેકસીન ઉત્પાદન માટેના જરૂરી કાચા માલની નિકાસ પર મુકેલા પ્રતિબંધથી દેશમાં વેકસીન ઉત્પાદનને અસર થશે તે નિશ્ચિતછે અને વિદેશી વેકસીન પર વધુ આધાર રાખવો પડે છે.મોદી સરકારે અમેરિકાને આ પ્રતિબંધ ઉઠાવી લેવા કરેલી અપીલનો જવાબ આપતા અમેરિકાના વિદેશ વિભાગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમો ભારતની ચિંતા સમજી શકીએ છીએ પણ અમારી પ્રાથમીકતા અમેરિકી લોકોને વેકસીન પહોંચાડવાની છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતાએ ક્હ્યું કે અમારા માટે અમેરિકા હંમેશા પ્રથમ રહ્યુ છે અને અમો અમેરિકી લોકોને સફળતાપૂર્વક વેકસીન પહોંચાડવામાં છીએ.અમેરિકાના પ્રવકતાએ કહ્યું કે પ્રથમ તો અમારી જવાબદારી અમેરિકાના લોકો પ્રત્યેની છે. બીજું અમેરિકી ખુદ કોરોનાનું સૌથી અસરગ્રસ્ત રાષ્ટ્ર બન્યુ છે.અમોએ 5.50 લાખ લોકોનો મોત જોયા છે અને લાખો પોઝીટી બન્યા છે અને ફકત અમેરિકાના લોકોને વેકસીનથી સુરક્ષિત કરવા તે ફકત અમેરિકા જ નહી વિશ્ર્વના હિતમાં છે.તેમણે કવાડ રાષ્ટ્રોની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો અને ભારતની વેકસીન ઉત્પાદન ક્ષમતાનો પણ ઉલ્લેખ કર્યો પણ ભારતમાં વેકસીનના કાચા માલના પ્રતિબંધો હળવા કરવા અંગે કોઈ સંકેત આવ્યો નથી. બીજી તરફ જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કલે ભારતને સીધી ધમકી આપતા કહ્યું કે આપણે યુરોપીયન સંઘે ભારતને ફાર્મા પેજર બનવા દીધુ છે અને તેથી અમો અપેક્ષા રાખીએ છીએ.ભારતે તેની વેકસીન નિકાસ પર પ્રતિબંધ મુકયો તેનો જવાબ આપતા માર્કલે કહ્યું કે તો પછી અમારે પણ પુન: વિચારવું પડશે. માર્કલના આ વિધાનોથી દિલ્હી ચમકી ગયું છે.જો કે હજુ કોઈ પ્રતિભાવ આપ્યો નથી.યુરોપના અનેક દેશોએ વેકસીનની નિકાસ પર પ્રતિબંધ મુકતા અને ભારતે પણ તે ભણી જતા જર્મનીને મુશ્કેલી ઉભી થઈ છે.