એલોપેથી સંબંધિત તેમના નિવેદનોને લઈને વિવાદોમાં ફસાયેલા યોગ ગુરુ સ્વામી રામદેવે તેમની ભાવિ યોજનાઓ જાહેર કરી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં તેઓ દેશમાં એલોપેથી મેડિકલ કોલેજ (MBBS College) બનાવશે.બાબા રામદેવે કહ્યું કે પતંજલિ યોગપીઠ ભવિષ્યમાં એલોપેથિક મેડિકલ કોલેજ બનાવશે અને યોગપીઠ દ્વારા એલોપેથિક કોલેજ સ્થાપવાનો હેતુ એલોપેથીક એમબીબીએસ ડોક્ટર(Allopathy MBBS Doctor) તૈયાર કરવાનો છે.
આ સાથે બાબા રામદેવે ફરી એકવાર પૂનાવર્તન કર્યુ કે તેઓ એલોપેથિક દવા અને ડોકટરોનું સન્માન કરે છે.એલોપેથી પર તેમની વિવાદિત ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે તે તેમનું સત્તાવાર નિવેદન નથી અને આ મુદ્દો અતિશયોક્તિભર્યો હતો.એલોપેથી અને ડોકટરો અંગેના તેમના નિવેદનો અંગે સ્પષ્ટતા આપતાં બાબા રામદેવે કહ્યું કે, ‘તે વોટ્સએપ પર મળેલી એક માહિતીને જ શેર કરી રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં મારા નિવેદન બદલ માફી માંગી છે, પરંતુ હજી પણ આ મામલો આગળ વધારવામાં આવી રહ્યો છે.
બાબા રામદેવે કહ્યું કે મારા મનમાં કોઈ પણ માટે પૂર્વગ્રહ નથી મારૂ માનવુ છે કે, એલોપથીએ કરોડો લોકોનો જીવ બચાવ્યો છે.તેમણે એલોપેથી અને કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનું સન્માન કરતા કહ્યું કે હજુ પણ તેમા કેટલીક બીમારીની ચોક્કસ થવા નથી.તેમણે કહ્યું કે એલોપેથીની સાથે સાથે આયુર્વેદનું પણ સન્માન થવું જોઈએ.તેમણે એમ પણ કહ્યું કે એલોપેથીક દવાઓની સાથે યોગ પણ જરૂરી છે અને તે બંને જીવલેણ કોરોનાવાયરસ સામે લડવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

