મુંબઈ તા.2 : સિકયુરીટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી) રૂચી સોયા ઈન્ડસ્ટ્રીઝ અને આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં તાજેતરનાં વધારાની તપાસ કરી રહી છે.
કેપીટલ માર્કેટ રેગ્યુલેટરે શેરબજાર પાસેથી આ બન્ને સ્ટોકમાં અસાધારણ ટ્રેડની વિગતો માંગી છે.
ખાદ્યતેલ બનાવતી રૂચી સોયાને બાબા રામદેવના પતંજલી જૂથે બેંકરપ્સી વેચાણ દ્વારા હસ્તગત કરી હતી,27 જાન્યુઆરીએ ફરી લિસ્ટીંગ થયા બાદ રૂચી સોયાના શેરના ભાવમાં 8,819%નો વધારો થયો હતો અને કંપનીની માર્કેટ વેલ્યુ 3,50,358 કરોડ થઈ હતી,અગાઉના પ્રમોટરો હેઠળ રૂચી સોયાની સૌથી ઉંચી માર્કેટ વેલ્યુ નવેમ્બર 2018માં રૂા.4332 કરોડ હતી. જોકે છેલ્લા 3 ટ્રેડીંગ સેસન્સમાં સ્ટોકને નીચી સર્કીટ લાગી હતી.
એવી જ રીતે ઈકિવટી રિસ્ટ્રકચરીંગ બાદ 27 ફેબ્રુઆરીએ રિલિસ્ટ થયા બાદ આલોક ઈન્ડસ્ટ્રીના શેરનો ભાવ એપ્રિલથી 1256% વધ્યો છે. ગઈકાલે પણ શેરમાં 5%ની ઉપરની સર્કીટ લાગી હતી.મુંબઈ સ્થિત આ ટેકસ્ટાઈલ કંપનીને ગત વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એનસીએસટી મારફતે જે.એમ.ફાઈનાન્સીયલ એસેટ રિક્ધસ્ટ્રકશન કંપનીએ હસ્તગત કરી હતી.