By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બારડોલીના લિસ્ટેડ બુટલેગર સલામનો વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસ પર લટકતી તલવાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીના લિસ્ટેડ બુટલેગર સલામનો વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસ પર લટકતી તલવાર
GeneralSouth Gujarat

બારડોલીના લિસ્ટેડ બુટલેગર સલામનો વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસ પર લટકતી તલવાર

HM News
Last updated: 09/06/2021 1:33 AM
HM News
4 years ago
Share
SHARE

– વર્ષોથી સલામ બારડોલી અને પલસાણા વિસ્તારમાં મોટાપાયે દારૂનું કાર્ટિંગ કરે છે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ જો સ્થાનિક પોલીસ પર કાર્યવાહી થતી હોય છે ત્યારે આ પ્રકરણમાં પણ સ્થાનિક ઉચ્ચ અધિકારી કેવું વલણ અપનાવે એ જોવું રહ્યું

બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગંગાધરાના લિસ્ટેડ બુટલેગર સલામનો 14.85 લાખના વિદેશી દારૂનું કાર્ટિંગ બારડોલીના ઉમરાખ ગામની સીમમાંથી ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસ ઉપર પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેવી ચર્ચા ચાલી રહી છે.આગામી દિવસોમાં આ બાબતે ખાતાકીય તપાસ થાય તેવી શક્યતા રહેલી છે.બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જો રેડ કરે તો સ્થાનિક પોલીસ સામે રાજ્ય પોલીસવડા ખાતાકીય પગલાં ભરે છે. ત્યારે આ પ્રકરણમાં રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા કેવું વલણ અપનાવે તે જોવું રહ્યું.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે પલસાણા તાલુકાનાં ગંગાધરા ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સલામને 14.85 લાખના વિદેશી દારૂના કાર્ટિંગ કરતાં રંગેહાથે ઝડપી પાડ્યા બાદ પલસાણા અને બારડોલી પોલીસને હદ બાબતે ભારે ખેંચતાણ થઈ હતી.ત્યારબાદ હદ બારડોલી તાલુકાનાં ઉમરાખ ગામની નીકળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટા પ્રમાણમાં લિસ્ટેડ બુટલેગરનો દારૂ પકડાયો હોય ભારે ફફડાટ ફેલાય ગયો છે.બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર સલામ સુરત જિલ્લાના બારડોલી પલસાણા તેમજ કડોદરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કાર્ટિંગ કરતો હતો. સ્થાનિક પોલીસ આ બાબતે અજાણ હોય એવું માની શકાય નહીં.સ્થાનિક પોલીસની જાણ બહાર આટલા મોટા પ્રમાણમાં બુટલેગર દારૂનું કાર્ટિંગ કરે એ પણ શક્ય નથી.હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આટલા મોટા પ્રમાણમાં લિસ્ટેડ બુટલેગરને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હોય જિલ્લા પોલીસવડા અને રેન્જ આઇજી કેવું વલણ અપનાવે એ જોવું રહ્યું.

અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવાની ઘટનામાં કડોદરામાં બે પી.આઈ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે એ જ રીતે માંડવી અને કોસંબામાં પણ અધિકારીઓનો ભોગ લેવાયો છે. ત્યારે ઉમરાખના દારૂ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે પગલાં લેવાશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે.

આર.સી.સી.રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આત્મવિલોપનની કોશિશ
IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે IPLનો અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો, સળંગ 8 મેચની હારથી શરમજનક સ્થિતી
સુરતના રાંદેરમાં પણ કોરોનાની દસ્તક, ત્રણ બાળકો સહિત પાંચ લોકો પોઝિટિવ
સુરત : મોદી કેક બનાવનાર અતુલ બેકરીના માલિકે કાર અડફેટે 3 મોપેડ કચડ્યા : એકનું મોત, વેકરિયાના ભાજપના નેતાઓ સાથેના સંબંધથી કેસ ઢીલો કરાઈ એવી ચર્ચા
વલસાડ કોલેજના પ્રિન્સિપાલે સરકારના નિયમની કરી ઐસી કી તૈસી, વિદ્યાર્થીઓને રૂબરૂ ફી ભરવા બોલાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી પોલીસના નાક નીચેથી LCBએ 14.85 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Next Article બારડોલીના ઉદય શાહે પોલીસ સમન્વયના નામે લખોનું કરી નાખ્યું હોવાના આક્ષેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up