બારડોલી : માહ્યાવંશી વિકાસ મંચના રાષ્ટ્રીય પ્રમુખ અને ટ્રસ્ટી કેપ્ટન એ.ડી.માણેક અને એમના ધર્મપત્ની કુમુદ માણેક દ્વારા”અમે ભણ્યા અમે ભણાવીશું”એ અભિયાન હેઠળ આજ રોજ નવચેતન કન્યા છાત્રાલય બારડોલી ખાતે વિદ્યાર્થીનીઓને”લક્ષ્ય”નામનું મોટીવેશનલ પુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે જ માહ્યાવંશી સમાજની દીકરી ડિમ્પલ કેતનભાઇ જેઓ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૯૧ ટકા લાવીને ગુજરાત રાજ્યમાં બેસ્ટ વિદ્યાર્થી તરીકે જાહેર થતા એમનું”માણેક સન્માન એવોર્ડ”દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેપ્ટન માણેક દ્વારા અપાયેલા પ્રવચનમાં સૌને ભણવા પાછળ મહેનત કરવાની પ્રેરણા આપી હતી.આજના આ પ્રસંગને નવચેતન કેળવણી મંડળ મુંબઈના ટ્રસ્ટીઓએ શુભેચ્છા પાઠવી હતી.