બારડોલી : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામે અને હાલ બારડોલી લક્ષ્મી વિલા સોસાયટીમાં રહી વસિષ્ઠ વિદ્યાલય વાવ ખાતે અભ્યાસ કરતી માલવી ધવલસિંહ પરમારે એસ.એસ.સી બોર્ડની પરીક્ષામા 600 માંથી 585 ગુણ મેળવી 97.50 ટકા અને 99.99 પર્સન્ટાઈલ રેન્ક સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.અને વસિષ્ઠ વિદ્યાલય વાવની શાળામાં ઉપરાંત કામરેજ તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા તેમજ પરિવાર અને રાજપૂત સમાજનુ નામ રોશન કર્યુ છે.માલવીના પિતાજી ધવલસિંહ પરમાર શિક્ષક છે અને માતા દિશાબેન પરમાર હાઉસ વાઈફ છે.માલવીની આ સિદ્ધિ બદલ હાલ પરિવારજનોમાં ખુશીનો માહોલ છે.માલવીએ પોતાની આ સિદ્ધિનો શ્રેય શાળાના શિક્ષકો,આચાર્ય અને મેનેજમેન્ટ ઉપરાંત પરિવારજનોને આપ્યો હતો.તેમણે જણાવ્યુ હતુ કે શરૂઆતથી જ એક લક્ષ્ય રાખી તૈયારી શરૂ કરી હતી અને વધુમાં વધુ ટેકસ બુક વાંચવા તરફ ધ્યાન આપી અલગ અલગ પેપર સેટ સોલ્વ કરી વધારેમાં વધારે રાયટિંગની પ્રેક્ટિસ કરી આ સિદ્ધિ મેળવી છે.અને ભવિષ્યમાં JEE એડવાન્સની પરીક્ષા આપી કોમ્પ્યુટર એન્જીનયરિંગ આઈઆઈટીમા જવાનો ગોલ સેટ કર્યો છે અને તેની તૈયારી શરૂ કરી દીધી છે.


