બારડોલી તાલુકાની યુવતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કેરિયર બનાવવા ઉત્સુક થઈ શરૂઆતમાં બોલ્ડ શીન શુટ કરાવ્યા હતા અને શોર્ટ બોલ્ડ ફિલ્મ શુટ કરનારે પોતાની પ્રોડક્શન યૂ ટ્યુબ ચેનલ પરજ અપલોડ થશે એમ જણાવી શોર્ટ ફિલ્મ શુટ કરનારે સોશિયલ મીડિયા પર પોર્ન વેબસાઇટ પર તેમજ અલગ અલગ જગ્યાએ સોશિયલ મીડિયા પર ફરતો કરતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલઘરના કોળવા રોડ પર રહેલા સાહિલ સનીએ બારડોલી તાલુકાની યુવતીના સાધારણ બોલ્ડ શીન શુટીંગ કરી પોતાની પ્રોડકશનની ચેનલ પર સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું જણાવી યુવતીની જાણ બહાર બીજી અન્ય સોશિયલ મીડિયા સાઇટ પર યુવતીના બોલ્ડ વિડીયો ફરતા કરતાં યુવતીએ શૂટિંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.