બારડોલી : સુરત જિલ્લાના બારડોલી ખાતે નિત્યાનંદ સોસાયટી નજીકથી લિસ્ટેડ બુટલેગર મુકેશ ઉર્ફે ભૂરીયા રાઠોડને વિદેશી દારૂ ભરેલ કાર સાથે બારડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસે 52 હજારથી વધુની કિંમતનો જથ્થો કબ્જે કરી કાર ચાલક સહિત બે વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બારડોલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.બી.આહીર તથા અ.હે.કો ધનસુખભાઈ કરશનભાઈ ને ખાનગી રાહે બાતમી મળતા તેઓ અન્ય પોલસી સ્ટાફ સાથે બારડોલી નિત્યાનંદ સોસાયટી નજીક પાણીની ટાંકી પાસે પહોંચ્યા હતા.તે દરમ્યાન પોલીસની રેડ જોઈ એક મારુતિ વાન કાર નંબર જીજે-21-એમ-0954 માંથી એક શખ્સ ઉતરી ભાગી છૂટ્યો હતો.ઘટના સ્થળે પહોંચેલ પોલીસે કારમાં બેસેલ લિસ્ટેડ બુટલેગર મુકેશ ઉર્ફે ભૂરીયો નટવરભાઈ રાઠોડ (રહે, તેન ગામ,ચાણક્યપુરી સોસાયટી, તા-બારડોલી) ને ઝડપી પાડ્યો હતો.અને કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી 258 નંગ બોટલ કિંમત રૂ. 52,800નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂ, કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,03,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે પોલીસની રેડ જોઈ ભાગી જનાર અજય ધીરુભાઈ ખત્રી(રહે, બારડોલી, નવદુર્ગા સોસાયટી) તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર જીજ્ઞેશ ઉર્ફે જીગો રતિલાલ કોળીપટેલ (રહે, કલસર ગામ, સ્કૂલફળિયું, તા-પારડી, જી-વલસાડ) ને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.