બારડોલીમાં કપિરાજનો આતંક, એકને ઇજા પહોંચાડી

HM News
1 Min Read

બારડોલી : બારડોલીના પાઠક ફળિયા,ઉપલી બજાર અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો છે.એક કપિરાજે સોમવારના રોજ એક વ્યક્તિ પર હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડી હતી.આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં પણ દુકાનોના સામાનને નુકસાન પહોંચાડયું હતું.આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના પાઠક ફળિયા વિસ્તારમાં સોમવારના રોજ એક કપિરાજ આવી પહોંચ્યો હતો.તેણે ચાલતા જતાં રાહદારીઓને હેરાન કરતાં લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.પાઠક ફળિયામાં જ રહેતા સનત વ્યાસને કપિરાજે હાથમાં ઇજા પહોંચાડતા તેમને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.વિસ્તારમાં હજી પણ અનેક લોકોને આ પાગલ બનેલો વાનર પરેશાન કરી રહ્યો છે.શાકભાજી માર્કેટમાં આવેલ કેટલીક દુકાનો તેમજ હોટલમાં પણ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.સ્થાનિક રહીશોએ કપિરાજને પકડવામાં આવે તેવી માગ કરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *