By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બારડોલીમાં થતું હતું કાર્ટિંગ: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતાં બુટલેગરો પિકઅપ લઈને નાસી છૂટ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીમાં થતું હતું કાર્ટિંગ: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતાં બુટલેગરો પિકઅપ લઈને નાસી છૂટ્યા
GeneralSouth Gujarat

બારડોલીમાં થતું હતું કાર્ટિંગ: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતાં બુટલેગરો પિકઅપ લઈને નાસી છૂટ્યા

HM News
Last updated: 26/02/2020 12:12 PM
HM News
5 years ago
Share
SHARE

પિકઅપનો પીછો કરી કડોદથી ઝડપી પાડ્યા લિસ્ટેડ બુટલેગર પિન્ટુ પરસોત્તમને બારડોલી પોલીસના આશીર્વાદ હોવાની ચર્ચા બારડોલી પોલીસ અધિકારી સામે સસ્પેન્શનની લટકતી તલવાર

છેલ્લા ઘણા સમયથી બારડોલીના લિસ્ટેડ બુટલેગર પિન્ટુ પરસોત્તમ પટેલ દ્વારા ભૂતમામા ભરવાડવાસ ખાતે વિદેશી દારૂ ઉતારી અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતો હોવા છતાં બારડોલી પોલીસને ગંધ સુદ્ધાં ન આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ઘટના બાદ બારડોલી પોલીસના અધિકારીઓ પર સસ્પેન્શનની તલવાર લટકી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બારડોલી આરટીઓ નજીક આવેલ ભૂતમામા ભરવાડ નજીક લિસ્ટેડ બુટલેગર પિન્ટુ પરસોત્તમ પટેલ મોટા જથ્થામાં વિદેશી શરાબનું કાર્ટિંગ કરાવી રહ્યો હોવાનું બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારતા જ કાર્ટિંગ કરી રહેલ ઇસમો વિદેશી દારૂ ભરેલ બોલરો પિકઅપ લઈને નાસી છૂટ્યા હતા. તેઓ બારડોલીથી ઉમરસાડી તરફ જતાં પોલીસે પિકઅપનો પીછો કર્યો હતો. અંતે કડોદ કોઝવે નજીક પોલીસે પીકઅપને પકડી લીધો હતો. આ પિકઅપમાંથી પોલીસને 3.37 લાખ રૂપિયાના દારૂ સાથે કુલ 7 લાખ 44 હજાર 400નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ઘટના બાદ બારડોલીના લિસ્ટેડ બુટલેગર પિન્ટુ પરસોત્તમ પટેલ પર બારડોલી પોલીસના છુપા આશીર્વાદને લીધે જ છેલ્લા ઘણા સમયથી બારડોલી પોલીસ સ્ટેશનથી થોડા અંતરમાં જ વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શહેર અને તાલુકામાં થતી ચર્ચા મુજબ બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ઉતારવા માટે પિન્ટુ અને તેના સાગરીતોને પોલીસે છૂટોડોર આપી દીધો છે. જેને કારણે તે કોઈ પણ ડર વગર દારૂની હેરાફેરી કરી શકતો હતો. મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થવાની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલને થતાં જ તેમણે તાત્કાલિક રેડ કરી લાખો રૂપિયાનો દારૂ પકડી બારડોલી પોલીસને ઊંઘતી ઝપડી પાડી હતી. ત્યારે ખરેખર બારડોલી પોલીસ ઊંઘતી રહી હતી કે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હતી એ તો સમગ્ર ઘટનાની તપાસ બાદ જ હકીકત સામે આવશે. જો કે ભૂતકાળમાં અધિકારીઓ સામે થયેલી કાર્યવાહી જોતાં બારડોલી થાણા અમલદાર અને જવાબદાર જમાદારો સામે હાલ તો સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.

પતંજલિને મદ્રાસ હાઇકોર્ટે દસ લાખનો દંડ કર્યો
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા વીજ દરમાં સબસિડી મેળવવા ચેમ્બર ઓફ કોમર્સને રજૂઆત
કોરોનાનો કહેર, વડોદરામાં વધુ 4 કેસ પોઝિટીવ
જલદી જ ખતમ થઈ જશે કોરોનાનું મહાસંકટ, નોબેલ પુરસ્કાર વિજેતાએ કરી ભવિષ્યવાણી
બનાસકાંઠાના તાત્કાલીન SOG PSI સામે લાંચ માગ્યાની ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત બજેટઃ પોલીસ વિભાગમાં કેટલી ભરતી કરવામાં આવશે ?
Next Article મીંઢોળા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો મામલો : જીપીસીબીએ કાર્યવાહી શરૂ કરી:
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up