By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બારડોલીમાં પશુઓ ચરાવવા બાબતે બે ભરવાડ પરિવાર બાખડ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીમાં પશુઓ ચરાવવા બાબતે બે ભરવાડ પરિવાર બાખડ્યા
GeneralSouth Gujarat

બારડોલીમાં પશુઓ ચરાવવા બાબતે બે ભરવાડ પરિવાર બાખડ્યા

HM News
Last updated: 28/05/2021 10:17 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી ખાતેથી પસાર થતી મીંઢોળા નદીના કિનારે આવેલ એક ખેતરમાં ઢોરો ચરાવવા બાબતે બે ભરવાડ પરિવાર વચ્ચે મારામારી થઈ હતી.બારડોલીના જુના પાવરહાઉસ ખાતે રહેતો યુવાન પશુઓ ચરાવવા માટે ગયો હતો ત્યારે ત્યાં પશુ ચરાવી રહેલ ફળિયાના જ એક વ્યક્તિએ યુવાનને લાકડીના સપાટા માર્યા હતા અને ત્યારબાદ મિત્રો સાથે યુવાનના ઘરે પહોંચી પરિવારજનોને જણાવ્યુ હતું કે જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી નગર ખાતે આવેલ જુના પાવર હાઉસ ભરવાડ વાસ ખાતે રહેતા ભવનભાઈ જેસાભાઈ ભરવાડ (ઉ.વ.28) કે જેઓ પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે.ગત તા-26 મે ના રોજ તેઓ સવારે બારડોલી ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીના કિનારે રાજુભાઇ ચંપકભાઈ કુભારની ખુલ્લી જગ્યામાં ઢોર ચરાવવા માટે ગયા હતા.ત્યારે રસ્તામાં રાજુભાઇ રેવભાઈ ભરવાડ તથા રણછોડ રેવાભાઈ ભરવાડ (રહે, જુના પાવરહાઉસ, ભરવાડવાસ) મળ્યા હતા.અને કહેવા લાગ્યા હતા કે તમારે રાજુભાઇ કુંભારની ખુલ્લી જગ્યામાં ઢોર ચરાવવા આવવાનું નહીં તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા.

જેથી જેસાભાઈ તેમના ઢોર લઈ ઘરે આવી ગયા હતા અને તેમના ભાઈ રત્નાભાઈને વાત કરી હતી.ત્યારબાદ રત્નાભાઈ બપોરના સમયે ઢોર ચરાવવા ગયા હતા. અને ભવનભાઈ પણ ત્યાં તેના ભાઈને પાણી આપવા માટે ગયા હતા.ત્યારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ રાજુભાઇ ભરવાડ ભવનભાઈ પાસે આવ્યો હતો અને બોલાચાલી કરી લાકડીના સપાટા વડે માર મારી ભાગી છૂટ્યો હતો અને જુના પાવર હાઉસ ખાતે પહોંચી તેના મિત્રો ગભા સંગ્રામ ભરવાડ,અર્જુન હરી ભરવાડ તથા રણછોડ રેવા ભરવાડ સાથે ભવનભાઈના ઘરે પહોંચી તેના પિતાને ધમકી આપી હતી કે તારા છોકરાએ જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપશે તો તેને જાનથી મારી નાંખીશું તેમ કહી જતાં રહ્યા હતા.બનાવ અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના સણીયા હેમાદ, સારોલી, કુંભારીયા ગામમાં ખાડીનાપાણી ઘૂસ્યાઃ ૨૫૦નું સ્થળાંતર
વાપીમાં ત્રણ અને પારડીમાં એક વૃદ્ધ મહિલાનાં ગળામાંથી ચેઇન ખેંચાઈ,સ્પોર્ટસ બાઇક લઈ બે છૂ
ડ્રગ્સની હેરાફેરી કરતાં ફેકટરીના માલિકને બચાવનાર નેતાજી કોણ ?
રાજકીય વર્તુળને હચમચાવનાર નગ્ન વીડિયો મુદ્દે ભાજપ કોર્પોરેટર દક્ષેશ શેઠનો આરોપ, રૂપલલનાએ હનીટ્રેપમાં ફસાવ્યો
અમદાવાદ પહોંચી કોરોનાની સંજીવની બુટી, કંકુ-ચોખાથી વેક્સીનની પૂજા કરાઈ
Share This Article
Facebook Email Print
Previous Article ૪૯.૧ ટકા બેન્ક થાપણો રૂ. ૫ લાખના વિમા હેઠળ સુરક્ષિત નથી
Next Article સુરત : ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટના માલિકે ઠપકો આપતા કારીગરે ચોપરથી ઉપરાછાપરી ઘા ઝીંક્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up