બારડોલી : બારડોલી તાલુકામાં સતત વધી રહેલ કોરોના દર્દીઓની સંખ્યાએ લોકોની ચિંતા વધારી દીધી છે.આજરોજ બપોર સુધીમાં નવા 10 કેસો નોંધાયા હતા.
તાલુકામાં બારડોલી શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તરોમાં કોરોના તેજ ગતિએ વધી રહ્યો છે.બારડોલી તાલુકાનાં ઓરગામ પાટિયા ફળિયામાં એક જ પરિવારના બે સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા છે.જેમાં 14 વર્ષીય સગીર તેમજ 32 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે કડોદમાં જે.કે.પાર્કમાં 40 વર્ષીય યુવાન,અને મોટી બજાર ફળિયામાં 48 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે.બારડોલી નગરમાં આવેલ કમલાપાર્ક સોસાયટીમાં 61 વર્ષીય વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યો છે.જ્યારે અગાસી માતાના મંદિર ખાતે રહેતી 57 વર્ષીય મહિલા પણ કોરોનાની ચપેટમાં આવી છે.બારડોલી સરકારી ક્વાટર્સમાં 32 વર્ષીય યુવાન,પુરષોત્તમનગરમાં વૃધ્ધ દંપતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ નોંધાયો છે.જ્યારે મઢી ગામે બજાર ફળિયામાં 60 વર્ષીય વૃધ્ધ કોરોનાની ચપેટમાં આવ્યા છે.આમ આજરોજ બારડોલીમાં બપોર સુધીમાં નવા 10 કેસ નોંધાયા છે.


