બારડોલી : બારડોલીમાં આવતીકાલથી તમામ વેપાર ધંધા સરકારની ગાઈડલાઇન મુજબ આખો દિવસ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.બારડોલી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જુલાઈ મહિનામાં વેપાર ધંધાનો સમય સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો.ત્યારબાદ 1લી ઓગસ્ટથી ફરી સમય વધારી બપોરે ત્રણ વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખવાનું નક્કી થયું હતું.દરમ્યાન વેપારીઓ અને દુકાનદારોની માંગને ધ્યાનમાં રાખી સરકારની અનલોક 3ની નવી ગાઈડલાઇન મુજબ સમય આખો દિવસનો કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આવતીકાલ 5મી ઓગસ્ટથી તેનો અમલ શરૂ થશે.આ અંગે બારડોલી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેમંત જોશી અને મંત્રી નિરંજન માનાજી મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે તમામ દુકાનદારોને સોશિયલ ડિસ્ટન્સિંગ,માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયગોગ કરવા જણાવ્યુ હતું.