બારડોલી : ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર શૌર્ય ના પ્રતિક વિશ્વ ભરમાં વસતા બ્રાહ્મણ પરિવાર ના આરાધ્ય ભગવાન પરશુરામ ના જન્મોત્સવની ભવ્ય ઉજવણી અખાત્રીજ ના શુભદિને બારડોલી ખાતે કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે શ્રી બારડોલી પ્રદેશ સમસ્ત બ્રહ્મ સમાજ, બારડોલી.તેમજ શ્રી ઔદિચ્ય પાલવાડા બ્રાહ્મણ-અશેષ, બારડોલી.ના સયુંકત ઉપક્રમે શ્રી ગોવિંદાશ્રમ,બારડોલી. થી શ્રી જાગનાથ મહાદેવ મંદિર,ભટ્ટ ફળિયું, બારડોલી.સુધી “શોભાયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું.દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી સહકારી આગેવાન શ્રી રાજુભાઈ પાઠક- ઉપ પ્રમુખ શ્રી સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.સુમુલ દ્વારા શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં બ્રાહ્મણ સમાજના ભાઈઓ અને બહેનો જોડાઈને “બ્રહ્મ એકતા” નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
શ્રી બારડોલી પ્રદેશ સમસ્ત બ્રહ્મ સમાજ, બારડોલી. ના ઉપ પ્રમુખ શ્રી સંજયભાઈ જોષીએ પોતાના વક્તવ્ય દ્વારા બારડોલી નગર અને તાલુકાના સમગ્ર બ્રહ્મ સમાજ વતી બારડોલી નગરપાલિકા ના ચીફ ઓફિસરશ્રી તેમજ પ્રમુખશ્રી ને બારડોલી નગરમાં સુંદર સ્થળે “પરશુરામ ચોક” ના નિર્માણ ની કામગીરી કરવા માટે ની રજુઆત કરી હતી. શ્રી પુષ્પકાત પાંડેજી – મેનેજિંગ ડીરેકટર શ્રી બારડોલી નાગરિક સહકારી બેંક લિ.એ એમના વક્તવ્ય દ્વારા ભગવાન પરશુરામ વિશે સુંદર માહિતી આપી હતી.શ્રી અજયભાઈ અધ્વર્યુ – પ્રમુખ શ્રી અશેષ, બારડોલી. દ્વારા “શોભાયાત્રા” વિશે માહિતી આપવામાં આવી હતી. શ્રી મેઘલભાઈ ભટ્ટ-મંત્રીશ્રી અશેષ, બારડોલી. દ્વારા શ્રી રૂક્ષ્મણીબાઈ ધર્મશાળા તથા શ્રી તુષાર મંગળા સંસ્કાર ભવન ના નવીનીકૃત ભવ્ય પ્રકલ્પ ઉદ્ ઘાટન સમારંભ વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દક્ષિણ ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ જયંત શુક્લ, સુરત મહાનગર સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખજયદીપ ત્રિવેદી સાથે સુરત બ્રહ્મ સમાજ ના મહિલા અગ્રણીઓ અને યુવાનોએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું હતું.પુરોહિત ડેરી,બારડોલી. ના શ્રી વિજયસિંહ રાજ પુરોહિત દ્વારા શોભાયાત્રા મા સહભાગી સહુને વિના મુલ્યે અમૃતતુલ્ય ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું.શોભાયાત્રા માં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આયોજન ને સફળ બનાવવા માટે સર્વે બ્રાહ્મણ પરિવાર તેમજ શ્રી પુરોહિત ડેરીના સંચાલક શ્રી નો શ્રી બારડોલી પ્રદેશ સમસ્ત બ્રહ્મ સમાજ, બારડોલી.તેમજ અશેષ, બારડોલી. દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.


