બારડોલી : બારડોલી તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચોના હોદ્દાઓની આનામત બેઠકો સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી હતી.જેમાં તાલુકાની કુલ 76 પૈકી 1 સામાન્ય, 38 અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અને 37 અનુસૂચિત આદિજાતિ સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.અનુસુચિત જાતિ અને સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એક પણ બેઠક અનામત રાખવામાં આવી નથી.
બિન અનામત (સામાન્ય) માટે અનામત
બાબેન
અનુસૂચિત આદિજાતિ (સામાન્ય) માટે અનામત
વધાવા, પારડી-વાલોડ, ઝરીમોરા, જૂનીકીકવાડ, વાંસકુઈ, કાંટીફળીયા, ભેંસુંદલા, બાલ્દા, નાની ભટલાવ, વાઘેચ-કુવાડિયા ગૃપ, રજવાડ, પથરાડીયા, ગોજી, ભુવાસણ, વાઘેચા(કડોદ), તરભોણ, પારડીવાઘા નોગામા ગૃપ, ઉતારા, નિણત, ઉમરાખ, નાંદીડા, રાયમ, નવી કીકવાડ, માણેકપોર, ટીમ્બરવા, ઉવા, રામપુરા, સરભોણ, ખરવાસા, સુરાલી, ધામડોદ લુમ્ભા, તેન, મઢી, મોતા, કણાઇ, બમરોલી, મસાડ,
અનુસૂચિત આદિજાતિ (સ્ત્રી)માટે અનામત
તાજપોર(બુજરંગ), કરચકા પીપરિયા ગૃપ, અકોટી, પાલસોદ, ભામૈયા, વઢવાણીયા, સીંગોદ, જુનવાણી, સાંકરી, રૂવા ભરમપોર ગૃપ, નસુરા, બામણી, ઉછરેલ, સમથાણ, ઓરગામ, હરિપુરા, હિંડોલીયા, ખોજ, આફવા ખલી ગોતાસા ગૃપ, સેજવાડ, રાજપુરા લુમ્ભા, વરાડ પણદા ગૃપ, કંટાળી, ખરડ છીત્રા ગૃપ, પારડી કડોદ, ઇસરોલી, વાંકાનેર, વડોલી અંચેલી ગૃપ, માંગરોલીયા, મોવાછી, બાબલા, મોટી ફળોદ, નિઝર, અલ્લુ, અસ્તાન, ઇશનપોર, કડોદ મિયાવાડી ગૃપ, મોટી ભટલાવ