By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બારડોલી તાલુકા પંચાયતનું 72.83 કરોડના અંદાજપત્રને મંજૂરની મહોર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલી તાલુકા પંચાયતનું 72.83 કરોડના અંદાજપત્રને મંજૂરની મહોર
GeneralSouth Gujarat

બારડોલી તાલુકા પંચાયતનું 72.83 કરોડના અંદાજપત્રને મંજૂરની મહોર

HM News
Last updated: 25/03/2021 11:10 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ પ્રથમ સામાન્ય સભામાં તાલુકા પંચાયતનું આગામી વર્ષ 2021-22ના વર્ષનું 72.83 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.નવનિયુક્ત પ્રમુખ અંકિત રાઠોડના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.નવી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના હાલ પૂરતી મોકૂફ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.જેને ઉપસ્થિત તમામ સભ્યોએ બહાલી આપી હતી.આગામી સભામાં આ બંને સમિતિની રચના કરવામાં આવનાર હોવાનું પ્રમુખ અંકિત રાઠોડે જણાવ્યુ હતું.સામાન્ય સભામાં આગામી 2020-21ના વર્ષનું સુધારેલ તથા આગામી વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.આ બજેટમાં 72 કરોડ 76 લાખ 70 હજારની આવક સામે 72 કરોડ 83 લાખ 42 હજારનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.આ અંદાજપત્રને તમામ સભ્યોએ મંજૂર કર્યું હતું.આ ઉપરાંત મનરેગાનું વિશેષ 19.03 કરોડનું લેબર બજેટ પણ આ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું.જે પૈકી 12.96 કરોડ રૂપિયા મજૂરી ખર્ચ અને 6 કરોડ રૂપિયા માલસામાન ખર્ચ થવાનો અંદાજ છે.આ બજેટથી તાલુકામાં 5 લાખ 78 હજાર 657 માનવ દિવસની રોજગારી ઊભી થશે.

આ બજેટને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એન.એચ.બોરિચાએ અધિકારીઓ,કર્મચારીઓ અને પદાધિકારીઓ એક પરિવારની જેમ સંકલનમાં રહી વિકાસના કામ કરે તેવો અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે તમામ નવા ચૂંટાયેલા સભ્યો,તાલુકા પંચાયતના અધિકારીઓ,કર્મચારીઓએ એકબીજાને પરિચય આપ્યો હતો.સભામાં બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી હેતલ ચૌધરીએ ઉપસ્થિત રહી કોવિડ19 અંગે રાખવાની કાળજી અને વેક્સિન અંગે વિસ્તારથી માર્ગદર્શન આપ્યું હતું.

દિલ્હીમાં આજથી લોકડાઉનમાં છૂટ
મુંબઈમાં જોખમમાં: ૨૪ કલાકમાં ૪૩૩ પોઝિટિવ
ઈસ્લામિક દેશ ઈરાનમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીનારા 300 લોકોનાં થયા મોત
સાણંદ અને બારેજામાંથી કોરોનાના બે કેસ મળી આવ્યા
મહારાષ્ટ્ર સ્થિત સેથાર લિમિટેડ સ્ટીલ કંપનીમાં દરોડા દરમ્યાન ઇડીએ 517 કરોડની સંપત્તિ જપ્ત કરી
Share This Article
Facebook Email Print
Previous Article AAPમાં ભૂકંપ, રાજકોટ શહેર યુવા પ્રમુખ સહિત 300થી વધુ કાર્યકરોના એકસાથે રાજીનામા
Next Article આપણે 30 ટકા લઘુમતી ભારતમાં ચાર-ચાર પાકિસ્તાન બનાવી શકીએ છે : TMCના નેતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up