By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલી નગરપાલિકાના કચરા કૌભાંડમાં C.O. વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સામાન્ય સભામાં ઠરાવ પસાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલી નગરપાલિકાના કચરા કૌભાંડમાં C.O. વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સામાન્ય સભામાં ઠરાવ પસાર
GeneralSouth Gujarat

બારડોલી નગરપાલિકાના કચરા કૌભાંડમાં C.O. વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સામાન્ય સભામાં ઠરાવ પસાર

HM News
Last updated: 17/09/2021 12:57 PM
HM News
4 years ago
Share
SHARE

– આવનારા દિવસોમાં ચીફ ઓફિસર વિરુદ્ધ ઠપકા દરખાસ્ત થાય તેવી શકયતા સામાન્ય સભામાં આરોગ્ય અધિકારી રાજેશ ભટ્ટને ફરજ મોકૂફ તેમજ કરાર આધારિત કર્મચારીને છૂટા કરવાનો ઠરાવ મંજૂર કચરા કૌભાંડની સૂત્રધાર માધવ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કરાયો ઠરાવ

બારડોલી : બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં કચરા કૌભાંડને લઈને ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા સામે ફરજમાં ગુનાહિત બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ બદલી કરવા અંગે પ્રાદેશિક કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ અને ગુજરાત શહેરી વિકાસ વિભાગને લેખિત જાણ કરવા બાબતે ઠરાવ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારી રાજેશ ભટ્ટને ફરજ મોકૂફ કરવા અને કરાર આધારિત કર્મચારી નરેશ ભંડારીને છૂટા કરવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.જ્યારે કચરા કૌભાંડ આચરનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા ગુરુવારના રોજ પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડમાં મળી હતી. જેમાં એજન્ડાના કામોનું વાંચન કરવામાં આવ્યું હતું.વિવિધ વિકાસના કામોને મંજૂર કર્યા બાદ એજન્ડા નંબર 9 હેઠળ ચીફ ઓફિસરના પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.જેમાં ગત સામાન્ય સભામાં થયેલી ચર્ચા મુજબ ચીફ ઓફિસરે પત્રના માધ્યમથી પોતાનું સૂચન રજૂ કરી માધવ એન્ટરપ્રાઇઝ દ્વારા નગરપાલિકામાં ખોટા બિલો મૂકી પાલિકા સાથે છેતરપિંડી કરી છે આથી તેની સાથે કરાર રદ કરી તેને કાળી યાદીમાં મૂકવા અને નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા બાબતે સામાન્ય સભામાં કામ રજૂ કરવા સૂચન કર્યું હતું.જે પત્રને આધારે સામાન્ય સભામાં માધવ એન્ટરપ્રાઇઝ દ્વારા આચરવામાં આવેલ આર્થિક ગેરરીતિઑ,ખોટા બિલો રજૂ કરવાના કૌભાડમાં જવાબદાર કર્મચારીઓ સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 તથા સેવા શિસ્તના નિયમો મુજબ નિયમોનુસાર કાયદાકીય જોગવાઈને ધ્યાનમાં લઈ જવાબદાર આરોગ્ય અધિકારી રાજેશ ભટ્ટ (ટીનાભાઈ)ને ફરજ મોકૂફ કરવા અને કરાર આધારિત કર્મચારી નરેશ ભંડારીને ફરજ પરથી છૂટા કરવાનો તારા કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત માધવ એન્ટરપ્રાઇઝને તાત્કાલિક અસરથી કાળી યાદીમાં સમાવેશ કરવા માટે તેમજ નવી ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવા અંગે સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.એટલું જ નહીં કચરા પ્રકરણમાં ગેરરીતિઓ અને અનિયમિતતા,નાણાકીય ગેરરીતિઓ તેમજ તે અંગે જરૂરી માર્ગદર્શન આપવાની જવાબદારી મુખ્ય અધિકારીની હોવા છતાં બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ કોડ મુજબ નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ નિયમ 38 મુજબના નમૂના 15માં વૈધાનિક ચૂંટાયેલા પદાધિકારીઓની સહી લેવાની નહીં હોવા છતાં સહી લેવામાં આવતા બદઈરાદા પૂર્વકની ભૂલ કરી હોવાનું અમે આવ્યું છે.જેનાથી બારડોલી નગરપાલિકાની જાહેર પ્રતિષ્ઠાને મસમોટું નુકસાન થયું છે આથી ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે,ચીફ ઓફિસર વિરુદ્ધ કાયદેસરના શિક્ષાત્મક પગલાં લેવા મટે તેમજ તાકીદે બદલી કરવા માટે રિજીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ, દક્ષિણ ગુજરાત ઝોન તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગને લેખિતમાં જાણ કરવાનનો ઠરાવ કરવામાં આવતા સમગ્ર નગરપાલિકા પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.

પેહલા માફી અને હવે સજા માટે ઠરાવ

બારડોલી નગરપાલિકાએ કચરા કૌભાંડ અંગે બોલાવેલી ખાસ સામાન્ય સભા તપાસ સમિતિ બાદ તેનો રિપોર્ટ સામાન્ય સભામાં રજૂ કર્યો હતો.જેમાં પાલિકાના કર્મચારીઓને પહેલી વખત ભૂલ કરી હોય માફ કરવામાં આવ્યા હતા અને માધવ એન્ટરપ્રાઇઝના ઇજારદારને નોટિસ પાઠવી રિકવરી લેવા અને બીજીવાર ભૂલ ન થાય તે અંગે બાહેંધરી લેવામાં આવી હતી.જો કે આજની સામાન્ય સભામાં શાસકોએ કડક રૂખ અખત્યાર કરી અચાનક લેવામાં આવેલા નિર્ણયથી કર્મચારી અને અધિકારી ગણ પર સ્તબ્ધ થઈ ગયો હતો.

EWS પ્લોટને સાંસ્કૃતિક હેતુ માટે ફેરવવાના એજન્ડાની ચર્ચા મોકૂફ રાખી આવતી સામાન્ય સભામાં તેના પર ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં EWS પ્લોટને સાંસ્કૃતિક હેતુ માટે ફેરવવાના એજન્ડાની ચર્ચા મોકૂફ રાખી આવતી સામાન્ય સભામાં તેના પર ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. EWS પ્લોટને લઈને વિવાદ થવાની સંભાવના હતી. જેથી અગમચેતીના ભાગ રૂપે હાલ આ મુદ્દે ચર્ચા કરવાનું માંડી વાળવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

વિવિધ સર્કલ રિનોવેશન,અલગ અલગ રસ્તાઓ પર ડિવાઇડર બ્યુટીફીકેશન,વૃક્ષારોપણ સહિતના વિકાસના કામોને મંજૂર

આ ઉપરાંત સામાન્ય સભામાં શહેરમાં આવેલા વિવિધ સર્કલ રિનોવેશન, અલગ અલગ રસ્તાઓ પર ડિવાઇડર બ્યુટીફીકેશન,વૃક્ષારોપણ સહિતના વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા.શાસ્ત્રી રોડ પર તમામ વીજપોલ બદલવાનો ઠરાવ,સ્ટેશન ટાંકીને તોડી નવી ટાંકી બનાવવા તેમજ સ્ટેશન જકાતનાકા અને લીમડા ચોક જકાતનકાને તોડી દુકાનો બનાવવાના કામને બહાલી આપવામાં આવી હતી.આંબેડકર અને હેડગોવર સર્કલને તોડી નવા બનાવવામાં સહિત અન્ય વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કામરેજમાં બ્રાંડેડ દારૂની બોટલમાં હલકી કક્ષાનો દારૂ ભરી વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ
Next Article ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી બાદ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up