સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા બારડોલી પ્રાંતને આવેદન પત્ર અપાયું
બારડોલી
બારડોલી નગરપાલિકાના પ્રમુખ ગણેશ ચૌધરીને પ્રેમ પ્રકરણમાં પડેલા માર બાદ હરકતમાં આવેલ સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુયાસર સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાના પ્રમુખ ગણેશ ચૌધરીને એક મહિલા સાથેના પ્રેમ પ્રકરણમાં સમાધાન દરમ્યાન માર પડ્યો હતો.કહેવાતા શહેરના પ્રથમ નાગરિકની આવી હરકતથી બારડોલી શહેર અને નગરપાલિકામાં કામ કરતી મહિલા કર્મચારીઓની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થયા છે. પ્રમુખને પરિણીતાના ઘરમાંથી અનેક વખત વિનંતી કરવા છતાં વ્યબિચારી પ્રમુખની આંખ ખૂલી ન હતી. દરમ્યાન મહિલાએ પ્રમુખની કરતૂત અંગે પતિને જાણ કરતાં પરિવાજનોએ પ્રમુખ ગણેશ ચૌધરીની માર મારતા તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.ત્યારે આવા વ્યભિચારી પ્રમુખ સામે ભાજપા પાર્ટી દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને ભાજપ પાર્ટી અને પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કોઈ કાર્યવાહી નહીં થાય તો બારડોલી નગરપાલિકા ખાતે મહિલા દ્વારા જલદ કાર્યક્રમ આપવાની પણ ચીમકી ઉચ્ચારાય છે.