બારડોલી નગર ભાજપના પ્રમુખ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા નોટિસ અપાઇ

HM News
1 Min Read

બારડોલી : બારડોલી નગરના ભાજપના યુવા મોરચાના પ્રમુખ મિટિંગમાં ગેરહાજર રહેવા બાબતે નગર ભાજપ પ્રમુખે નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો.બારડોલી નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી,મહામંત્રી અનંત જૈન અને જગદીશ પટેલ દ્વારા નગરના યુવા મોરચાના પ્રમુખ ચિરાગ જોશીને લેખિતમાં નોટિસ આપવામાં આવી છે.કારણમાં લાંબા સમયથી જિલ્લા તેમજ નગરની મિટિંગમાં ગેરહાજર રહેતા હોય અને પક્ષ લક્ષી કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેતા હોય,ફોન કરવા છતાં જવાબ આપતા ન હોવાનું તેમજ સોશિયલ મિડિયાથી મેસેજ કરવા છતાં રીપ્લાય આપતા નથી.

યુવા મોરચાની મિટિંગમાં પણ ગેરહાજર રહેતા હોવાથી નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો.નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધીની વરણી થતા જ નગરના સંગઠનને સામી ચૂંટણીએ મજબૂત કરવા કડક પગલાં લેવાની શરૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *