બારડોલી : બારડોલી પંથકમા દિવસભરના ઉકળાટ દરમિયાન સવારે 11 વાગ્યાની આસપાસ ચોમાસાની મૌસમના વરસાદની ધીમીધારે એન્ટ્રી થઈ હતી.બારડોલી નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે એકાદ કલાક જેટલો સમય વરસાદ વરસતા ઋતુના પ્રથમ વરસાદથી ભીંજાઈ હતી.વાવણી માટે લાભદાયક વરસાદે અવતરણ કરતા ચોમાસુ સારુ જશે તેવી ખેડૂતોમાં વરસાદે આશા જગાવી છે.
બારડોલી નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાએ આગમન કરી દીધું છે.જેના કારણે ગરમીથી ત્રસ્ત લોકોને ઠંડક થઇ હતી.મેઘાની સમયસર એન્ટ્રીથી ખેડૂતોમા પણ ચોમાસાના પાકની વાવણી માટે ઉત્સાહ વ્યાપ્યો હતો.પંથકમાં ગુરુવારે વરસાદે પ્રથમ બેટિંગ કરતાં પંથકમાં પણ સારો એવો વરસાદ થતો રહેશે તો પાકને ભારે ફાયદો થશે તેમ ખેડૂતો કહી રહ્યા છે.જોકે ધોધમાર વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ઉઘાડી પાડી હતી.સર્વોદય સોસાયટીનજીક માર્ગો પર પાણી ભરાયા હતા.