સ્થાનિક સ્વરાજની ચૂટણીઓ નજીક આવી રહી છે ત્યારે પક્ષપલટાની રાજનીતિએ જોર પકડ્યું છે બારડોલી નગરના કોંગ્રેસનાં નગર સેવિકા અને પાલિકાના વિપક્ષના નેતા કલ્પનાબેન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા બારડોલી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.બારડોલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પક્ષમાં આંતરિક વિખવાદને લીધે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા બારડોલી નગર કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે.
નગરપાલિકામાં 5 વર્ષ કોંગ્રેસ પક્ષમાથી નગરસેવિકા તરીકે બેઠક મેળવી પાલિકાના વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવી ચૂકેલા કલ્પનાબેન પટેલ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા બારડોલી નગર કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.તો બારડોલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારે કલ્પનાબેનને ભાજપમાં આવકાર્યા હતા.


