બારડોલી સહિત સુરત જિલ્લામાં વધી રહેલા કોરોનાના ચેપને કારણે લોકોમાં હવે ફરી એક વખત લોકડાઉન લાગુ થાય તેવી લાગણી પ્રવર્તી રહી છે.બારડોલીમાં રોજના સરેરાશ 20 જેટલા કેસો સામે રહ્યા છે.ઓગસ્ટ સુધીમાં ચાર માસમાં 683 કેસો નોંધાયા હતા જેની સામે સપ્ટેમ્બર માસના 17 દિવસમાં જ 50 ટકા જેટલા એટલે કે 322 કેસ નોંધાય ચૂક્યા છે.જ્યારે સુરત જિલ્લામાં 100થી વધુ કેસો નોંધાય રહ્યા હોય લઈ લોકોમાં દહેશતમો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની હાલત દયનીય બની રહી છે.સુરત શહેરમાં મહાનગર પાલિકાના કમિશ્નર,જિલ્લા કલેક્ટર ઉપરાંત સ્થિતિ પર નજર રાખવા માટે વધારાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.પરંતુ સુરત જિલ્લાનો ગ્રામ્ય રામ ભરોસે હોય તેવો લોકો અનુભવ કરી રહ્યા છે.જિલ્લામાં રોજના 100થી વધુ નવા કેસો આવી રહ્યા છે.જો કે તેમ છતાં તંત્રનું ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ધ્યાન જ નથી. સૌથી વધુ કેસો બારડોલીમાં આવી રહ્યા છે.ચોર્યાસી અને કામરેજ તાલુકો શહેરને અડીને આવેલા હોય ત્યાં સંક્રમણ વધવાની શક્યતા છે.બારડોલી કોરોના કેસમાં જિલ્લામાં ત્રીજા નંબર પર છે.બારડોલીમાં રોજના 20ની સરેરાશે કેસ આવી સામે આવી રહ્યા છે.બારડોલી શહેરની સાથે ગામડાઓમાં પણ સંક્રમણ જેટ ગતિએ આગળ વધી રહ્યું છે.પરંતુ વહીવટી તંત્ર તદ્દન નિષ્ક્રિય જણાય રહ્યું છે. સપ્ટેમ્બર માસના 17 દિવસમાં જ 322 જેટલા કેસો નોંધાય ચૂક્યા છે.
બારડોલીમાં સોમવારથી સ્વૈચ્છીક લોકડાઉનનો મેસેજ વાઇરલ : લોકો અસમંજસમાં
બારડોલીમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે.જેને લઈ હવે લોકો સ્વયંભુ લોકડાઉન લાગુ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આવો જ એક મેસેજ સોશિયલ મીડિયા પર વહેતો થયો છે.જેમાં 21મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર સુધી માત્ર જીવન જરૂરિયાતની દુકાનો સિવાયની તમામ દુકાનો સ્વૈચ્છીક બંધ રાખવા જણાવ્યુ છે.જેથી મહામારી પર કાબૂ મેળવી શકાય એમ છે.જો કે આ મેસેજને કારણે લોકો અસમંજસમાં મુકાય ગયા છે.કોના દ્વારા મેસેજ વાઇરલ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. ત્યારે એસ.ડી.એમ. રબારીએ વાઇરલ મેસેજ બાબતે જણાવ્યુ હતું કે આવો કોઈ મેસેજ કે સૂચના વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યો નથી.બીજી તરફ લોકો સ્વૈચ્છીક લોકડાઉન લાગુ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.


