બારડોલી : બારડોલી તાલુકા વકીલ મંડળના વર્ષ 2022-23ના નવા હોદ્દેદારોની નિમણૂક તથા અન્ય એજન્ડાના કામે સામાન્ય સભા વકીલ મંડળ સભાખંડમાં મળી હતી.સામાન્ય સભામાં ગત વર્ષના હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.કોરોના સમયમાં વકીલ મંડળ તરફથી કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિની નામી અનામી તથા એડ્વોકેટ મિત્રોનો મળેલા સાથ સહકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.નવા વર્ષ 2022-23ના હોદ્દેદારો તરીકે પ્રમુખ સુનિલ બી. તળાવિયા,ઉપપ્રમુખ તરીકે ગૌતમ યુ.વ્યાસ અને જિગીષા એચ. મિસ્ત્રી, સેક્રેટરી તરીકે કામેશ કે. પટેલ, જોઇન્ટ સેક્રેટરી તરીકે વિરલ કે. ભાટિયા અને લાયબ્રેરીયન તરીકે રાજેન્દ્ર એન.વકીલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.