બારડોલી : શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં નવા ટ્રસ્ટ મંડળની રચના પણ કરવામાં આવી હતી.નવનિયુક્ત પ્રમુખ ભુપેન્દ્રસિંહ સોલંકીના વડપણ હેઠળ નવા ટ્રસ્ટીઓની જાહેરાત પણ કરવામાં આવી હતી.વર્ષોથી બારડોલી વિભાગ રાજપૂત સમાજના મોભી અને પ્રમુખ તરીકે કાર્યરત ધીરાજસિંહ ઠાકોરની સમાજ પ્રત્યેની સેવાને પણ બિરદાવવામાં આવી હતી.સાથે જ નવા ટ્રસ્ટ મંડળના સભ્યોને સમાજ ઉત્થાન માટે પ્રગતિ કરવા શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ભરતસિંહ ગુમાનસિંહ સોલંકી (ડાંભા),અમરસિંહ પ્રતાપસિંહ સોલંકી (બારડોલી),દિલીપસિંહ ભીખુસિંહ દેસાઈ (સેવણી),મોતીસિંહ ધિરજસિંહ મહીડા (બારડોલી),ગેમલસિંહ દલપતસિંહ ગોહિલ (ઉવા), દીનેશસિંહ રણજીતસિંહ ચૌહાણ (પણદા), વિક્રમસિંહ બળવંતસિંહ મહીડા (કોસાડી), જીતેન્દ્રસિંહ નરપતસિંહ ચૌહાણ (ખાનપુર), રણજીતસિંહ જશવંતસિંહ તરસાડીયા (પાલી) તેમજ નાની વયે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે અમિષસિંહ દીપકસિંહ ચાવડા (માણેકપોર)ની વરણી કરવામાં આવી હતી.


