બારડોલી : બારડોલીની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ (બારડોલી સુગર ફેકટરી)ના મેનેજીંગ ડિરેકટર પંકજ પટેલનું ગુરુવારના રોજ નિધન થયું હતું.તેઓ છેલ્લા દસેક દિવસથી કોરોનાની સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.તેમના નિધનથી બારડોલી સુગર ફેકટરીના સંચાલકો,સ્ટાફ અને સભાસદો ઉપરાંત વિસ્તારના સહકારી ક્ષેત્રમાં ગમગીની છવાઈ ગઈ હતી.પંકજ પટેલ છેલ્લા લાંબા સમયથી બારડોલી સુગર ફેકટરીના એમ.ડી.તરીકે કાર્યરત હતા. તેમની ઉંમર 54 વર્ષની હતી.એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ બારડોલી સુગર ફેકટરીમાં જોડાયા હતા. તેમના કાર્યકાળ દરમ્યાન બારડોલી સુગર ફેક્ટરીએ અનેક સોપાનો સર કર્યા હતા.તેમના નિખાલસ વ્યક્તિત્વને કારણે તેઓ સુગર ફેકટરીના સ્ટાફમાં પણ ખૂબ જ લોકપ્રિય હતા.