બારડોલી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કર્યાલય સુરત દ્વારા બારડોલી સુગર ફેકટરી ખાતે જાગૃતિ રૂપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.નિધિ આપકે નિકટ સૂત્ર સાથે કોરોના કાળમા સુગરના કર્મચારીઓનું અવસાન થતાં તેમના પરિવારને ઝડપથી લાભ મળે એ હેતુ સાથે કર્યક્રમ યોજાયો હતો.
સુરત જિલ્લાની બારડોલી સુગર દ્વારા પેન્શન કચેરી સુરત સહયોગ વડે જાગૃતિ રૂપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ક્ષેત્રીય કાર્યાલય સુરત દ્વારા આયોજન કરાયું હતું.ખાસ કરીને કોરોના કાળ દરમિયાન બારડોલી સુગરમાં પણ ઘણા કર્મચારીઓનું કોરોના કાળમાં અવસાન થયું હતું.જેથી તેમના પરિવારજનોને પેન્શનના લાભ ઝડપથી મળી શકે એ હેતુ સાથે ” નિધિ આપકે નિકટ ” નામ નું સૂત્ર કચેરી દ્વારા રાખવામાં આવ્યું હતું.અને પી એફ કમિશ્નર અમિત કુમાર જાતે હાજર રહ્યા હતા.અને પેન્સનરો ને ઝડપી પી પીઓ કાઢી લાભો આપવામાં આવ્યા હતા.પેન્સનરોને કચેરી સુધી નહિ આવવું પડે એ હેતુ સાથે અધિકારીઓ જાતે બારડોલી સુગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.મૃત્યુ પામનાર કર્મચારીઓની પત્ની સાથે 25 વર્ષ ઓછી વય ધરાવતા બાળકોને પણ પેન્શનનો લાભ આપવામાં આવનાર છે.જેથી અન્ય સસ્થાઓમાં પણ આ રીતે લાભ મેળવવા પાત્ર પેન્સનરોના પેન્શન તેમજ વીમાના જરૂરી દાવાઓ ઝડપી કરવા માટે પણ સંસ્થાઓને પી એફ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી હતી.બારડોલી સુગર ખાતે આયોજિત કાર્યક્રમમાં 21 જેટલા પેન્સનરોને રૂબરૂ હાજર રાખી માસિક પેન્શન ભૂગતાન આદેશ પત્ર આપવામાં આવ્યા હતા.


