મુંબઈ,તા. 5 ઓગસ્ટ 2022, શુક્રવાર : પત્રચાલ કૌભાંડમાં ફસાયેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિપક્ષને પત્ર લખ્યો છે.તે પત્ર દ્વારા તેમણે તેમનો આભાર વ્યક્ત કર્યો છે કે, મુશ્કેલ સમયમાં ગૃહની અંદર અને બહાર તેમના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.પત્રમાં તેમણે બાલાસાહેબ ઠાકરેના તે નિવેદનને પણ યાદ કર્યું.
રડશો નહીં, જે સાચું છે તેના માટે લડો : સંજય રાઉત
સંજય રાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુશ્કેલ સમયમાં જ ખબર પડે છે કે તમારા સાચા મિત્રો કોણ છે,તે લોકો કોણ છે જે તમારા શુભચિંતક છે.પત્રમાં રાઉતે ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેમની વિરુદ્ધ પોલીટિકલ વિચ હંટ ચલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.પરંતુ શિવસેનાના સાંસદો ઝૂકવાના નથી,તેઓ આ તપાસથી પણ તૂટશે નહી.તેમણે વિપક્ષને સંદેશ આપ્યો છે કે તેઓ અંત સુધી લડશે, કોઈ દબાણ તેમને તોડી શકશે નહીં.
પત્રના અંતમાં સંજય રાઉતે આશા વ્યક્ત કરી છે કે, યોગ્ય સમયે આપણે જીતીશું,આપણા વિચારોની જીત થશે અને આ દેશ સાચી દિશામાં આગળ વધશે.હવે ધીરજ બતાવવી પડશે,સંયમથી કામ લેવું પડશે,પરંતુ જ્યારે સમય આવશે ત્યારે જીત અમારી જ થશે.
પત્રમાં સંજય રાઉતે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો પણ આભાર માન્યો હતો,જેમણે પુરા વિવાદ દરમિયાન તેમનુંમ સમર્થન કર્યું.