– પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની સંયુક્ત ટીમે મૈહર શહેરમાં બંને આરોપી પર હાથ ધરી કાર્યવાહી
મધ્યપ્રદેશના મૈહરમાં ગઈકાલે 11 વર્ષની બાળકી સાથે ગેંગરેપના મામલામાં પ્રશાસને કડક કાર્યવાહી કરી છે.ધરપકડ કરાયેલા આરોપીઓએ ગુનો કબૂલ્યા બાદ આજે સવારે પ્રશાસને આરોપીઓના ઘરો પર બુલડોઝર ફેરવ્યુ હતું.પોલીસની ટીમ બુલડોઝર સાથે પહોંચી અને આરોપીના ઘરને તોડીને તેના પર કાર્યવાહી કરી હતી.સાથે જ પીડિતાનું સરકારી હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું છે.જોકે હજુ પણ તેમની હાલત નાજુક છે.તેને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.
જરૂર લાગશે તો એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે
એક ડોક્ટરના જણાવ્યા અનુસાર, બાળકીના શરીર પર જાતીય હુમલાના લાલ નિશાન પણ જોવા મળ્યા છે.ઉપરાંત પ્રાઈવેટ પાર્ટમાં નાખવામાં આવેલ સળિયાનું ઓપરેશન કરીને તેને બહાર કાઢવામાં આવ્યો છે,પરંતુ આ પછી પણ હજુ તેમની હાલત નાજુક છે.આ સિવાય પોલીસના જણાવ્યા અનુસાર એવી પણ તૈયારી રાખવામાં આવી છે કે જો જરૂર લાગશે તો એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે.
આરોપીના સંબંધીઓએ વિરોધ કર્યો
એડીજીએ જણાવ્યું હતું કે, આજે સવારે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની સંયુક્ત ટીમે મૈહર શહેરમાં બંને આરોપીઓના ગેરકાયદે રીતે બાંધેલા મકાનોને તોડી પાડ્યા હતા.ડિમોલિશન પહેલા આરોપીના સંબંધીઓએ વિરોધ કર્યો હતો અને આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.