નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી 2022 સોમવાર : કોરોનાના વધતા કેસને જોતા તેની સામે લડવા માટે એકમાત્ર હથિયાર માત્ર વેક્સિનને માનવામાં આવી રહ્યુ છે.વધારેથી વધારે વેક્સિનેશન પર જોર આપવામાં આવી રહ્યુ છે જેથી આ સંક્રમણ સામે લડી શકાય.દુનિયાના કેટલાક દેશોમાં બાળકોને વેક્સિન લગાવવાની મંજૂરી મળી ચૂકી છે.આ દરમિયાન હવે પ્રશ્ન એ ઉઠે છે કે શુ કોરોના વેક્સિન બાળકો માટે સુરક્ષિત છે? આ પ્રશ્ન એટલે ઉઠી રહ્યો છે કેમ કે યુકેમાં કેટલાક એવા કેસ સામે આવ્યા છે, જેમાં બાળકોને વેક્સિન લીધા બાદ હાર્ટ સંબંધિત સમસ્યા થઈ છે.
વેક્સિન લીધા બાદ કિશોરોમાં હાર્ટ સંબંધિત સમસ્યા
કોરોના વેક્સિન લીધા બાદ કિશોરોમાં હાર્ટની સમસ્યા જોવા મળી છે.જોકે, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા પ્રકોપ વચ્ચે 12-15 વર્ષના લાખો બાળકોને કોરોનાનો બીજો ડોઝ પણ લાગવાનો શરૂ થઈ ગયો છે,પરંતુ એક શોધમાં કેટલાક કિશોરોમાં હાર્ટની સમસ્યાનો સંકેત તમામની ચિંતા વધારી રહ્યો છે.
વેક્સિન લીધા બાદ બાળકોમાં માયોકાર્ડિટિસના લક્ષણ બન્યો ચિંતાનો વિષય
રિપોર્ટ અનુસાર,યુકેમાં વેક્સિન લીધા બાદ બાળકોમાં માયોકાર્ડિટિસના લક્ષણ જોવા મળ્યા છે.જ્યાં હાર્ટની માંસપેશીઓમાં સોજો આવી જાય છે.જેનાથી છાતીમાં દુખાવો અને શ્વાસ પણ ફૂલવા લાગે છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પુરુષોમાં મહિલાઓની તુલનામાં માયોકાર્ડિટિસથી પ્રભાવિત થવાની સંભાવના વધારે હોય છે.

