– ઈઝરાયેલના રક્ષા મંત્રીએ કહ્યું- વેક્સીન પર પેટન્ટ લીધા બાદ ઉત્પાદન શરૂ કરાશે
યરુશલામ,
ઈઝરાયેલના રક્ષા મંત્રી નફતાલી બન્નેટે સોમવારે દાવો કર્યો છે કે,દેશના ડિફેન્સ બાયોલોજિકલ ઈન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની વેક્સીન બનાવી લીધી છે. તેમણે જણાવ્યું કે,ઈન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસના એન્ટીબોડી તૈયાર કરવામાં મોટી સફળતા હાંસેલ કરી છે.કોરોનાની વૈક્સીના નિર્માણના તમામ તબક્કા પૂરા થઈ ગયા છે અને શોધકર્તા આના પેટન્ટ અને મોટા પાયે ઉત્પાદન કરવાની તૈયારી કરી રહ્યા છે.
ઈઝરાયેલાના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના કાર્યાલયના અંતર્ગત ચાલતા અત્યંત ગોપનીય ઈઝરાયેલ ઈન્સ્ટીટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચની મુલાકાત લીધા બાદ બેન્નેટે આ જાહેરાત કરી છે.રક્ષા મંત્રીના જણાવ્યા મુજબ,આ એન્ટીબોટી મોનોક્લોનલ રીતથી કોરોના વાયરસ પર હુમલો કરે છે અને બીમાર દર્દીઓના શરીરની અંદર જ કોરોના વાયરસનો ખાત્મો કરી નાંખે છે.
રક્ષામંત્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,કોરોના વાયરસની વેક્સીનના વિકાસના તમામ તબક્કા પૂરા થઈ ગયા છે.ડિફેન્સ ઈન્સ્ટીટ્યૂટ હવે વેક્સીનની પેટન્ટ લેવાની પ્રક્રિયામાં છે.ત્યારબાદ શોધકર્તા આંતરરાષ્ટ્રીય કંપનીઓની સાથે વ્યવસાયિક સ્તરે ઉત્પાદન માટે સંપર્ક કરશે.બેન્નેટે જણાવ્યું કે, આ અદભૂત સફળતા માટે ઈન્સ્ટીટ્યૂટ પર ગર્વ છે.જો કે રક્ષામંત્રીએ જણાવ્યું નથી કે વેક્સીનનું ટ્રાયલ માણસો પર કરાયું છે કે નહીં.
કોરોના વાયરસ મહામારીમાંથી દુનિયાને બહાર કાઢવા માટે અનેક દેશોમાં વેક્સીન બનાવવા પર કામ ચાલી રહ્યુ છે.બ્રિટનની ઓક્સફોર્ટ યુનિવર્સિટી માણસો પર સૌથી મોટું ટ્રાયલ કરી રહી છે.ત્યાંજ ચીન અને અમેરિકામાં પણ કોરોના વેક્સીન પર ટ્રાયલ થઈ રહ્યું છે. ભારતમાં પણ કેટલીક કંપનીઓ વેક્સીન બનાવવામાં લાગી છે. ઇઝરાયલે (Israel) કોરોના વાયરસની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ રસી બહુ ઝડપથી તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે. ઇઝરાયલના રક્ષા મંત્રી નફતાલી બેન્નેટે સોમવારે જણાવ્યું કે ડિફેન્સ બાયોલૉજિકલ ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની રસી (Coronavirus Vaccine) બનાવી લીધી છે. બેન્નેટના જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની એન્ડીબૉડી તૈયાર કરી છે. ઇઝરાયલનો દાવો છે કે વેક્સીન બનાવી લેવામાં આવી છે અને પેટન્ટ અને ઉત્પાદનનું કામ ચાલી રહ્યું છે.
ટાઇમ્સ ઑફ ઇઝરાયલમાં છપાયેલા સમાચાર પ્રમાણે કોરોનાની રસી બનાવ્યાનો દાવો કરનારી ઇઝરાયલ ઇન્સ્ટીટ્યૂટ ફૉર બોયોલૉજિકલ રિસર્ચ નામની આ સંસ્થા ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ કાર્યાલય અંતર્ગત ખૂબ જ ખાનગી રીતે કામ કરે છે.બેન્નેટે રવિવારે ઇન્સ્ટૂટ્યૂટ ઑફ બાયોલૉજિકલ રિસર્ચની મુલકાત લીધા બાદ આ જાહેરાત કરી હતી.રક્ષા મંત્રીના જણાવ્યા પ્રમાણે આ એન્ટીબૉડી મોનોક્લોનલ રીતે કોરોના વાયરસ પર હુમલો કરે છે, તેમજ સંક્રમિત લોકોના શરીરમાં જ કોરોનાનો ખાત્મો બોલાવે છે.
પેટન્ટ મળતા જ ઉત્પાદન શરૂ થશે
ઇઝરાયલના રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીન બનાવી લેવામાં આવી છે. હવે તેની પેટન્ટ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. થોડા જ દિવસોમાં આંતરરાષ્ટ્રીય દવા કંપનીઓ સાથે તેનું કોમર્શિયલ સ્તરે ઉત્પાદન કરવા માટે વાતચીત શરૂ કરવામાં આવશે. બેન્નેટે કહ્યું કે, “આ શાનદાર સફળતા બદલ મને સંસ્થાના સ્ટાફ પર ગર્વ છે.” જોકે, ઇઝરાયલ તરફથી એવું નથી કહેવામાં આવ્યું કે વેક્સીનની મનુષ્ય પર ટ્રાયલ કરવામાં આવી છે કે નહીં. બેન્નેટે કહ્યું કે ઇઝરાયલ હવે પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાની પ્રક્રિયામાં સમતોલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.