– સોશ્યિલ મીડિયામાં પ્રખ્યાત આરોપીએ 12મીની પરીક્ષા રદ્દ કરવા આંદોલન કર્યું હતુ
મુંબઇ : ‘બિગ બૉસ’ રિઆલિટી શૉના માજા સ્પર્ધક અને સોશ્યિલ મીડિયામાં ‘હિંદુસ્તાની ભાઉ’ તરીકે પ્રસિધ્ધ વિકાસ પાઠકની મુંબઇ પોલીસે ધરપકડ કરી છે.શિવાજી પાર્ક પાસે તે આંદોલન કરતો હતો ત્યારે પોલીસે તેને તાબામાં લીધો હતો. ૧૨માં ધોરણની પરીક્ષા રદ્દ કરવા અને સ્કૂલના વિદ્યાર્થીની ફી માફ કરવાની માગણી સાથે તેણે આંદોલન કર્યું હતું.એમ વિશાલ ભયાનીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું.હિંદુસ્તાની ભાઇ તેના વિડીયો માટે સોશ્યિલ મીડિયામાં ચર્ચામાં હોય છે.મોટી સંખ્યામાં યુવાનો તેને પસંદદ કરતા હોય છે.